મુંબઈ 11, મે
'ઈશ્કજાદે' ફિલ્મનું નિર્દેશન કર્યાં બાદ હબીબ ફૈઝલ યશરાજ ફિલ્મ્સ સાથે ભવિષ્યમાં અન્ય બે ફિલ્મો પર કામ કરશે. હબીબે જણાવ્યું હતું કે આદિત્ય ચોપરા સાથે તેમને કામ કરવાની મજા આવી હતી.
હબીબે જણાવ્યું હતું કે, વાયઆરએફ બેનર સાથે હું આગામી દિવસોમાં બે ફિલ્મો કરવા જઈ રહ્યો છું. આદિત્ય ચોપરા સાથે હું સહજતાથી કામ કરી શકું છું. મને આ બેનર સાથે મારી મરજી મુજબ કામ કરવા મળી રહ્યું છે. તેમની અર્જુન કપૂર અને પરિણીતિ ચોપરાની ફિલ્મ 'ઈશ્કજાદે' આવતાં શુક્રવારે રિલીઝ થશે.
પોતાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'દો દૂની ચાર' ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હોવા છતાં, હબીબનાં મતે આ ફિલ્મમાં તેમને ઘણું નુકશાન વેઠવું પડ્યું હતું. જો કે આ ફિલ્મમાં તેમને માર્કેટિંગનાં કારણે નુકશાન થયું હતું.