વોશિંગ્ટન, 11 મે
અમેરિકાનું કહેવું છે કે અલકાયદા દુનિયામાં કયાંય પણ છુપાયો હશે, અમેરિકા તેને નહિ છોડે.અમેરિકા જઈ રહેલ એક વિમાન પર અલકાયદાના હુમલાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યા પછી અમેરિકાએ આ વાત કહી છે.
પેંટાગનમાં અમેરિકન રક્ષા મંત્રી લિયોન પેનેટાએ કહ્યું કે જેવું મેં પહેલા પણ કહ્યું છે જ્યાં કયાંય પણ અલ-કાયદા છુપાયેલો હશે અમે ત્યાં જઈશુ અને તેનો સફાયો કરશું. એક વધુ જગ્યા છે જ્યાં અલ-કાયદા છે, તે યમન છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તાજેતરમાં મળેલ ધમકી યમનથી હતી તો તેમણે કહ્યું કે અમેરિકન સેના અને ગુપ્તચર સમુદાય બંન્ને અલ-કાયદાના સફાયામાં લાગ્યા છે અને અમે સતત અલ કાયદાનો પીછો કરી રહ્યા છે. અલ કાયદાએ આઠ મેના રોજ અમેરિકા જઈ રહેલ એક યાત્રી વિમાનને ઉડાવાનો પ્રયત્ન કર્યો હતો. જેને નિષ્ફળ કરવામાં આવ્યો.
પેનેટાએ કહ્યું કે તાજેતરમાં બીજા અમેરિકન વિમાનોને વિસ્ફોટથી ઉડાવાની ધમકી મળી છે અને તે ધમકી યમનથી આવી છે. તેને લઈને બધા અમેરિકન ચિંતિત છે. અમે તેનાથી ઉગરવા તથા પોતાની જનતાની સુરક્ષા માટે જરૂરી પગલા લઈ રહ્યા છીએ.