મુંબઈ 11, મે
લાંબા સમય બાદ સલમાન ખાન યશરાજ ફિલ્મ્સની ફિલ્મ દ્રારા એન્ટ્રી કરી રહ્યો છે. સલમાન ખાનની 'દબંગ 2' રિલીઝ થાય તે પહેલાં જ કેટરીના સાથેની તેની ફિલ્મ 'એક થા ટાઈગર' રિલીઝ થવા જઈ રહી છે, જેમાં સલમાન ખાનનો નવો લુક જોવા મળશે.
ફિલ્મ 'એક થા ટાઈગર' નો પ્રોમો ગુરુવારે રાત્રે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો હતો. નિર્દેશક કબીર ખાનની આ ફિલ્મ ભારત પાકિસ્તાનની પ્રતિસ્પર્ધા પર બનેલી છે. આ ફિલ્મને આદિત્ય ચોપરા પ્રોડક્ટ કરી રહ્યાં છે.
આ ફિલ્મનાં પ્રોમોને યુ ટ્યૂબ પર સારો રિસપોન્સ મળી રહ્યો છે, એ પ્રમાણે આ આંકડો 1 લાખ સુધી તો પહોંચી ગયો છે. આ વીડિયો લોન્ચ કર્યાં બાદ 15 જ મિનિટમાં ટ્રેડ કરવા લાગ્યો હતો.