Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 02:43:39 PM IST
 

માઇક્રોફાઇનાન્સ બિલને મંજૂરી, ઇન્શ્યોરન્સ બિલ લટક્યું

May 11, 2012 National
 
Tags:   Budget 2012 Union Budget 2012 Budget Session comment     E-Mail     Print    
 
Viewed: 972
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 11, મે

શુક્રવારે બજાની નજર માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પર રહેશે. કેબિનેટે માઇક્રોફાઇનાન્સ બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલમાં આરબીઆઇના અધિકારોમાં વધારો કરવામાં આવ્યો છે. માઇક્રોફાઇનાન્સ બિલ અનુસાર માઇક્રોફાઇનાન્સ કંપનીઓ પર હવે માત્ર આરબીઆઇ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ જ લાગુ થશે. પરંતુ કેબિનેટ ઇન્શ્યોરન્સ અને કોલસા રેગ્યુલેટર બિલ જેવા બે મહત્વપુર્ણ સુધારાઓ પર કોઇ નિર્ણય નથી લઇ શકી.

માઇક્રોફાઇનાન્સ બિલ હેઠળ સીબીઆઇ માઇક્રોફાઇનાન્સ સેક્ટરને રેગ્યુલેટ કરશે. આ સિવાય આરબીઆઇ જ માઇક્રોફાઇનાન્સ સેક્ટર માટે વ્યાજ દર, ફી અને પ્રીમિયમ નક્કી કરશે. માઇક્રોફાઇનાન્સ કંપનીઓએ આરબીઆઇની પાસે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

માઇક્રોફાઇનાન્સ સેક્ટરની લગામ આરબીઆઇના હાથમાં હોવાના કારણે માઇક્રોફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ઘણી ખુશ છે. આ સેક્ટરની સૌથી મોટી કંપની એસકેએસ માઇક્રોફાઇનાન્સના જણાવ્યા અનુસાર માઇક્રોફાઇનાન્સ બિલ મંજૂર થવાથી કંપનીને ડૂબેલા ઋણનો હિસ્સો રિકવર કરવામાં મદદ મળશે. માઇક્રોફાઇનાન્સ બિલની અસર 2-3 વર્ષમાં જોવા મળશે.

એમએફઆઇએનના ચેરમેન વિજય મહાજને કહ્યું કે આ નિર્ણય આખો દેશની નાણાકીય વ્યવસ્થા માટે યોગ્ય છે. માઇક્રોફાઇનાન્સ ડેવલોપમેન્ટ કાઉન્સિલ બનાવવાથી આખા સેક્ટરને રાહત મળશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com