ન્યૂયોર્ક 11, મે
પોપ સ્ટાર શકીરા અને કોન્સર્ટ પ્રમોટર લાઈવ નેશને લગભગ સોની સાથે 6 કરોડ ડોલરમાં કરાર કરવાનો નિર્ણય કરી લીધો છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર 35 વર્ષીય કોલંબિયાઈ સુંદરી મેડોના અને જે જેડ એવાં કલાકારોમાંના એક છે, જેમણે લાઈવ નેશન સાથે કરાર કરવા માટે કંપની સાથે કામ કરવાનો ઈનકાર કર્યો છે.
'હિપ્સ ડોન્ટ લાઈ' સ્ટાર શકીરા અને કોન્સર્ટ પ્રમોટર લાઈવ નેશન જો સોની સાથે પોતાના પોપ આલબમ માટે કરાર કરશે તો તે કંપની સર્વાધિક કમાણી કરનાર કંપની બની જશે.