Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 06:53:22 AM IST
 

આ 'એશિયન હીરો' ફરી બન્યો ટાઈમમાં 'ક્રિકેટનો ભગવાન'

May 11, 2012 Sports
 
Tags:   Sachin Tendulkar Time Magazine comment     E-Mail     Print    
 
Viewed: 2985
Rate: 5.0
Rating:
Bookmark The Article

મુંબઈ, તા. ૧૧

વિશ્વના પ્રતિષ્ઠિત સામાયિક 'ટાઇમ'નાં કવરપેજ ઉપર સચિન તેંડુલકરને સ્થાન આપવામાં આવ્યું છે. સચિન સૌપ્રથમ ૧૯૯૯માં 'ટાઇમ'નાં કવરરેજ ઉપર આવ્યો હતો. ૧૧ મેના 'ટાઇમ' ઇશ્યૂનાં કવરપેજમાં 'ધ ગોડ ઓફ ક્રિકેટ' એવું ટાઇટલ આપવામાં આવ્યું છે. સચિને ૧૦૦મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી એ પછી તુરત જ લેવામાં આવેલા આ ઇન્ટરવ્યૂમાં સચિને પોતાનાં અંગત જીવન અને કારકિર્દીની વિષે વાત કરી છે.

'ટાઇમ' સામાયિકે સચિન તેંડુલકરને 'ધ વર્લ્ડ'સ બેસ્ટ એથ્લેટ' ગણાવ્યો છે. 'ટાઇમ' સામાયિકે વધુમાં જણાવ્યું છે કે લિયોનેલ મેસ્સી હાલ ભલે વિશ્વનો શ્રેષ્ઠ ફૂટબોલર હોય પણ તેને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાસેથી બરાબરની સ્પર્ધા મળી રહી છે, બીજી તરફ સચિન તેંડુલકરની નજીક પણ આવી શકે તેવો કોઇ ક્રિકેટર નથી. ભારતમાં થયેલા આર્થિક વિકાસ અને સચિન તેંડુલકરના ઉદયનો ઉલ્લેખ પણ આર્ટિકલમાં કરવામાં આવ્યો છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com