Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 05:19:28 PM IST
 

દિવસભરનું ટેનશન દૂર કરવા એક વાર અહિ નજર મારો અને પછી જૂઓ ફર્ક

May 12, 2012 Offbeat
 
comment     E-Mail     Print    
 
Viewed: 2963
Rate: 3.6
Rating:
Bookmark The Article

દસ વરસના મનુએ તેની મિત્ર આનલને પૂછ્યું, ‘તું મોટી થઈશ ત્યારે મને પરણીશ ?’
આનલે કહ્યું : ‘અમારા કુટુંબમાં અમે અમારા ઘરના લોકો સાથે જ પરણીએ છીએ. જો ને મારા કાકા કાકીને જ પરણ્યા છે. મારા મામા મારી મામીને અને મારા માસામારી માસીને પરણ્યા છે. આમ અમે અમારા સગાને જ પરણીએ છીએ.

+

એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’

+

દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા !!

+

સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’

+

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’
મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !’

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com