Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 08:39:24 PM IST
 

એક્સાઇઝના ૨૬ સુપ્રિન્ટેન્ડન્ટ અને ૩૭ ઇન્સ્પેકટરોની બદલી

May 12, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 482
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૧૧

સેન્ટ્રલ એકસાઇઝના વડોદરા ઝોનના ૨૬ સુપ્રિન્ટેન્ડન્ટ અને ૩૭ ઇન્સ્પેકટરોની કસ્ટમના ગુજરાત ઝોનમાં બદલી કરવામાં આવી છે. જેના પગલે હવે સુરત, વાપી, વડોદરામાં ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેકટરોને કસ્ટમ ઝોનમાં કંડલા, ગાંધીધામ, મુંદ્રા વગેરે સ્થળોએ ફરજ બજાવવા માટે જવુ પડશે.

 કેટલાક કિસ્સામાં ઇન્સ્પેકટરો અને સુપ્રિન્ડેન્ડન્ટ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતોના પગલે જે કિસ્સાં બદલીનો આદેશ મોકૂફ રાખવાનો હશે તેને મોકૂફ રાખવામાં આવશે. ટૂંક સમયમાં જ વડોદરા ઝોનના આંતરિક કમિશનોરેટ વિસ્તારમાં બદલીઓ કરવામાં આવનાર છે.

વડોદરાથી બદલી પામનારા સુપ્રિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેકટરોની યાદી આ મુજબ છે. સુપ્રિન્ટેન્ડન્ટોમાં પી.કે. બામણીયા, શ્રીમતી પ્રભા સી. ત્રિવેદી, જી.બી.વસાવા, એમ.આર. વિદ્યાસાગર, શ્રીમતી પી. ડી. સોલંકી, એન.પી. નિસરતા, એ.આર. ખરેનો સમાવેશ થાય છે. જ્યારે ઇન્સ્પેકટરોમાં કે.કે.પ્રસાંત, તુષાર અરોઠે, આર.જે. શર્મા, શ્રીમતી વી.એમ. અધ્યારૂ, શ્રીમતી ડી. એમ. વશી, રેખા ભામ્બી, સુશીલ કુમાર, સંદીપ અનુરાગી, રિતેષ ભારતી, અનિલ, ડી.બી. ચૌહાણનો સમાવેશ થાય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com