Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 08:11:35 PM IST
 

બાર કાઉન્સિલની ચૂંટણીમાં સુરતમાં ૫૫ ટકા જેટલું મતદાન

May 12, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 431
Rate: 5.0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૧૧

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે આજે સુરતમાં યોજાયેલા મતદાનમાં ૫૫ ટકા જેટલું મતદાન થયું હતું. કુલ ૪૦૨૨ મતદારો પૈકી ૨૨૦૦ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આજે ઉત્સાહના વાતાવરણમાં યોજાઈ હતી. ગુજરાતમાં આ ચૂંટણીમાં ૯૯ ઉમેદવારોએ મેદાનમાં ઝુકાવ્યું છે જેમાં સુરતના ચાર ઉમેદવારો જે.આર.ગાંધી, આર.જી.શાહ, આર.એમ.પટેલ અને નસીમ કાદરીનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રેફરન્સિયલ મતોને આધારે થતી હોઈ ઉમેદવારોએ મતદાર વકીલોને રીઝવવા ભારે જહેમત ઉઠાવી હતી. કુલ ૯૯ ઉમેદવારો પૈકી ૨૫ ઉમેદવારો ચૂંટાશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું વકીલ સમુદાયમાં ઘણું મહત્ત્વ છે. બાર કાઉન્સિલ વકીલો અને ન્યાયના હિતમાં કામ કરે છે અને કડક શિસ્ત પર ભાર મૂકતી હોઈ તેના વલણ પર મહત્ત્વનો આધાર રહે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com