Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 01:52:07 PM IST
 

હાર્ટએટેક બાદ પણ સેક્સ બિલકુલ સુરક્ષિત

May 12, 2012 Offbeat
 
Tags:   Sex Sex Life Sex tips Sex love Women Men Intercourse Run Fertile Survey Fertility Report Fertility Conceive Jogging Life span Study Longevity Life Tips Heart attack Survey comment     E-Mail     Print    
 
Viewed: 6310
Rate: 2.0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, તા. 12

એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હાર્ટએટેકનો હુમલો થયા બાદ પણ સેક્સ ચોક્કસપણે સુરક્ષિત છે, આને લઈને ભૂતકાળમાં વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ પાયા વગરની છે. અમેરિકન હાર્ટ એસોસિયેશને પણ હવે આ બાબતને સમર્થન આપ્યું છે કે હાર્ટએટેક બાદ પણ સેક્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે,  જો કે આ બાબતે મેડિકલ કાઉન્સિલર અથવા તો તબીબી નિષ્ણાતોની સલાહ ચોક્કસપણે લેવા માટે કહ્યું છે.

 હોસ્પિટલમાંથી રજા લેતી વેળા મેડિકલ કાઉન્સિલરની પ્રાથમિક સલાહ હાર્ટએટેકના દર્દીઓને મદદરૃપ બની શકે છે. હેલ્ધી સેક્સલાઇફ ફરી શરૃ કરવામાં મેડિકલ કાઉન્સિલરની સલાહ ઘણી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘણા અગ્રણી કાર્ડિયોલોજિસ્ટની એક ટીમ દ્વારા કરવામાં આવેલી માર્ગર્દિશકામાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારનાં કોમ્પ્લીકેશન વગરના સ્થિર હાર્ટએટેકના દર્દીઓ એક સપ્તાહથી ૧૦ દિવસની અંદર તેમનાં લાઇફ પાર્ટનર સાથે સેક્સ્યુઅલ પ્રવૃત્તિ પુનઃ શરૃ કરી શકે છે.

જાન્યુઆરી મહિનામાં અમેરિકન હાર્ટ એસોસિયેશન દ્વારા સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ આ તારણો જારી કરવામાં આવ્યાં હતાં. હાર્ટના દર્દીઓમાં સેક્સની પ્રવૃત્તિ અંગે રિસર્ચ કરતી વેળા ઘણાં કારણો જાણવા મળ્યાં હતાં,  આમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ દર્દી હળવી કસરત કરી શકે છે, જેમ કે વોકિંગ કરી શકે છે, દાદારની સીડીઓ ચડી શકે છે તો આ પ્રકારના દર્દીઓ સેક્સ માટે આરોગ્યની દૃષ્ટિએ ચિંતા ઉપજાવે તેમ નથી. આ દર્દીઓ આવી સ્થિતિમાં તેમની સેક્સ પ્રવૃતિને પુનઃ શરૃ કરી શકે છે.
  • હાર્ટના દર્દીઓ એક સપ્તાહથી ૧૦ દિવસમાં સેક્સ ફરી શરૂ કરી શકે
અમેરિકન હાર્ટ એસોસિયેશને ધ્યાન દોર્યું હતું કે હાર્ટએટેક અથવા તો એએમઆઈ બાદ કાળજી ખૂબ જ જરૃરી છે, જેના ભાગરૃપે સેક્સ્યુઅલ પ્રવૃતિ પુનઃ શરૃ કરતાં પહેલાં કાઉન્સિલની બાબત પણ જરૂરી છે. નવા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે હાટકએટેકનો હુમલો થયા પહેલાં સેક્સની દૃષ્ટિએ સક્રિય રહેલા દર્દીઓ તેમની સેક્સલાઇફ શરૃ કરી શકે છે પરંતુ હોસ્પિટલમાંથી રવાના થતાં પહેલાં આ વિષય ઉપર પૂરતી માહિતી મેળવવામાં આવે તે જરૃરી છે, આમાં કોઈ આશ્ચર્ય નથી કે હાર્ટએટેક બાદ એક વર્ષ દરમિયાન પુરુષો અને મહિલાઓ બંને માટે સેક્સપ્રવૃત્તિ ઘટી જાય છે.

સંશોધકોનું કહેવું છે કે મોટાભાગના દર્દીઓ હોસ્પિટલમાંથી રજા લેતી વેળા આ પ્રકારની વાત કરતાં  નથી અથવા તો સેક્સથી દૂર રહે છે. અભ્યાસનાં પરિણામ ખૂબ જ પ્રોત્સાહક રહ્યાં છે, આનાં તારણો વર્ષ ૨૦૧૦માં અમેરિકન હાર્ટ એસોસિયેશનની પરિષદમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

હાર્ટએટેકના દર્દીઓ હુમલો થયા બાદ સેક્સપ્રવૃત્તિ હાથ ધરી શકે છે કે કેમ અને હેલ્ધી સેક્સલાઈફ પુનઃ શરૃ કરી શકે છે કે કેમ તેને લઈને વ્યાપક સંશોધન કરવામાં આવ્યા બાદ વૈજ્ઞાનિકો  આવાં તારણો ઉપર પહોંચે છે કે હાર્ટઅટેક બાદ પણ સેક્સ બિલકુલ સુરક્ષિત છે. ૧૮૭૯ હાર્ટ એટેકના દર્દીઓને લઈને કરવામાં આવેલા અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે અડધાથી વધુ પુરુષો અને અડધાથી પણ વધારે મહિલાઓને સેક્સમાં કોઈ તકલીફ નડી નથી.

( હાર્ટએટેક અને સેકસ વિશે વધુ વાંચવા નીચેની લિંક પર કરો ક્લિક )


શા માટે સોમવાર ખતરનાક સાબિત થાય છે હૃદય રોગીઓ માટે 


કાજુ-બદામ-અખરોટથી હાર્ટએટેક અને ડાયાબિટીસ સામે રક્ષણ 


ગર્ભાવસ્થા દરમિયાન પણ હાર્ટએટેકનું જોખમ વધે 


આ ટિપ્સ અપનાવવાથી વધી જશે તમારી જાતીય ભૂખ


જાતીય શક્તિ વધારવી હોય તો આ ઉપાય અજમાવી જુઓ


... તે સમયે મહિલાઓ સેકસ વિશે વધુ વિચારે છે 


જાતીય પરાકાષ્ઠાએ પહોંચાડનારા 10 આહારો 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com