નવી દિલ્હી, તા. 12
જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઈપીએલ -5ની એક મેચમાં રમી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી રાવતના ખભા પર 'માહિ 7'નું ટેટૂ ત્રોફાવેલું સાફ દેખાઈ આવતું હતું.
આઈપીએલ-5ના 56માં મુકાબલા દરમિયાન સાક્ષીના ગાલ પર આ ટેટૂ ત્યારે દેખાઈ આવ્યું જ્યારે ચેન્નઈની સ્થિતિ ખરાબ સાક્ષી ઉદાસ જણાઈ આવતી હતી. સાક્ષીનાં આ ટેટૂને કેમેરામેનોએ એકપણ ક્ષણ ખોયા વીના પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
'માહિ 7'નું ટેટૂ સાક્ષીએ ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાએ 7 મેચોની શ્રેણીમાં હાર્યા પછી જાન્યુઆરીમાં પોતાના પતિનો મૂડ હલ્કો કરવા માટે પોતાના શરીર પર ત્રોફાવ્યું હતું. 'માહિ 7' આ ટેટૂ ત્રોફાવાની પાછળ પણ એક કારણ છે કે ધોનીનો પસંદનો પણ અંક સાત છે, ધોનીનો લકી નંબર પણ સાત છે, અને તેની જન્મતારીખ પણ સાત છે, આને લીધે ધોનીએ પોતાની જર્સી પર આ નંબર લખાવડાવ્યો છે.
સાક્ષીએ ટેટૂ ત્રોફાવ્યા પછી કહ્યું કે, ''મને ગળાની ડાબી બાજુ ટેટૂ ત્રોફાવાનું હતું. આ ટેટૂ માહીને ખૂબ પસંદ આવ્યું છે.'' ઉલ્લેખનીય છે કે, સાક્ષીએ ટેટૂ ચીતરાવ્યા પછી પોતાનો ફોટો ફેસબુક પર શેર પણ કર્યો હતો.