Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 05:17:42 PM IST
 

'ડર્ટી ગર્લ' કરી રહી છે સિદ્ધાર્થ રોય કપુર સાથે 'ઈશ્કીયા'

May 12, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Bollywood Vidya Balan Marriage UTV Siddharth Roy Kapoor comment     E-Mail     Print    
 
Viewed: 1890
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article


મેલર્બોન, 12 મે

ડર્ટી ગર્લ  વિદ્યા બાલને પોતાના સંબંધોનો ખુલાસો કરી દીધો છે. વિદ્યા હાલના દિવસોમાં યુટીવીના પ્રમુખ સિદ્ધાર્થ રાય કપુરની સાથે ડેટિંગ કરતી જોવા મળી રહી છે.

વિદ્યાનું કહેવું છે કે પોતાના લગ્નને લઈને  ઉતાવળ નથી કરી રહી. વિદ્યાએ જણાવ્યું કે હજુ સુધી તે અંગે મારી કોઈ યોજના નથી અને અત્યાર સુધી સગાઈની અંગૂઠી પણ પહેરી નથી તે સમય હજુ દૂર છે.  હું ઉતાવળમાં નથી. પરંતુ  તે મારા મગજમાં છે અને એવી કેટલીક યોજનાઓ છે.

ઉલ્લેખનીય છે કે વિક્ટોરિયાની બોલીવુડ એમ્બેસેડર તરીકે નિમવામાં આવેલ ડર્ટી પિક્ચરની 34 વર્ષીય અભિનેત્રી અહી 11 જૂને મેલબોર્નમાં શરૂ થનાર ભારતીય ફિલ્મ મહોત્સવના પ્રચાર માટે આવી છે.

ધ ડર્ટી પિક્ચરના બંગાળી સંસ્કરણમાં રાખી સાંવતના તેના કરતા સારા અભિનયનના દાવા અંગે જ્યારે વિદ્યાને પૂછવામાં આવ્યુ તો તેનું કહેવું હતુ કે ધી ડર્ટી પિક્ચરમાં  મેં મારું સારુ આપ્યુ અને હું તેનાથી આશ્વસત છુ. જો તે (રાખી) સિલ્કનું ચિત્રણ કરવામાં પોતાની મૈલિકતા સામે લાવે છે તો તે સરસ બનશે અને હું તેને જોઈ તેના કરતા વધુ ખુશ થઈશ.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com