મુખ્ય કલાકારો :અર્જુન કપૂર, પરિણીતી ચોપડા
નિર્માતા : આદિત્ય ચોપડા
દિગ્દર્શક : હબીબ ફૈઝલ
સંગીત : અમિત ત્રિવેદી
રેટિંગ:
સ્ટોરી:
ફિલ્મ 'ઈશ્કજાદે 'માં પરમા (અર્જુન કપૂર) અને જોયા (પરિણીતી ચોપડા)ના બંનેના કુટુંબ વચ્ચે વેર-દુશ્મનાવટ ચાલ્યું આવે છે. આ વેરઝેરની વચ્ચે બંનેનું બાળપણ વીતતું હોય છે. આ બંને પણ એકબીજાને નફરત કરતા હોય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પરમાને પાઠ ભણાવવા માટે સૌની સામે જોયા થપ્પડ મારી દેતી હોય છે. આનો બદલો તેને પ્રેમનાં જાળમાં ફસાવીને લે છે. તેની સાથે લગ્ન કરીને એક રાતે તેને તરછોડી દે છે.જો કે જોયા (પરિણીતી ચોપડા) પોતાની હિંમત નથી હારતી અને તે પરમાના નફરતને પ્રેમમાં બદલવાનું નક્કી કરી લે છે. અંતમાં જોયાના પ્રેમની જીત થાય છે. પરમાને પોતાની ભૂલનો અનુભવ થાય છે.
રિવ્યૂ :
આ ફિલ્મ 80ના દાયકાઓમાં આવેલી ફિલ્મો જેવી જ લાગે છે. પ્રેમ અને નફરત વચ્ચેના સંઘર્ષની કહાણીમાં ઈશ્કજાદેના અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી (પરિણીતી ચોપડા)નો અભિનય દાદ માગી લે તેવો છે. નિર્દેશક હબીબ ફેઝલે પોતાના તમામ કલાકારો સાથે ઉત્તમ કામ લીધું છે. અર્જુન કપૂરના આ પ્રથમ ફિલ્મ છે છતાં આ ફિલ્મમાં તેનું બોડી લેંગ્વેઝ અભિનય પ્રશંસનીય છે. પરિણીતી લેડિસ વર્સિસ રિકી બહેલ પછી પોતાની દમદાર એક્ટિંગનો પરિચય આ ફિલ્મમાં દેખાડ્યો છે. આ ફિલ્મના ક્લાઈમેક્સમાં પરિણીતી ચોપડાની એક્ટિંગ જોવાલાયક ખરી. આ ફિલ્મમાં સુદર ગીતોની સાથે ફ્રેશ ફેસની સાથે કોઈ ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો ફિલ્મ જોવામાં કોઈ વાંધો નથી.