પાકિસ્તાનમાં અત્યાર સુધી મહિલાઓના ચહેરાને બગાડવા માટે અસામાજિક તત્વો દ્વારા તેજાબથી હુમલો કરવામાં આવતો હતો. પરંતુ હવે અહીં મહિલાઓ પણ બદલો લેવા માટે પુરુષો પર તેજાબ ફેંકી રહી છે.
એક સમાચારપત્રએ મહિલાઓ માટે કામ કરનારી સંસ્થા ઔરત ફાઉન્ડેશનના હવાલાથી જણાવ્યું કે પાકિસ્તાનમાં 2011 દરમ્યાન મહિલાઓ પર તેજાબ ફેકવું, બળજબરીથી લગ્ન કરવા સહિત અંદાજે 8500 અન્ય ગુના થયા છે. સરકારે તેજાબ ફેંકવાના આરોપીઓને અંદાજે 14 વર્ષની સજાની જોગવાઈ કરી છે.
સમાચારપત્ર અનુસાર પાકિસ્તાનના પુરુષવાદી સમાજમાં મહિલાઓ દ્વારા પુરુષો પર તેજાબ ફેંકવાના કેસમાં અચાનક વધારો થયો છે.
એક અન્ય વેબસાઈટ અનુસાર એવું જ એખ પીડિત શેખ મોહમ્મદ નોમાને પોતાની પત્ની પર તેજાહ ફેંકવાનો આરોપ લગાવ્યો છે. શેખે કહ્યું કે તલાક આપવાની મનાઈ કરતા પત્નીએ તેના પર તેજાબ ફેંકયુ. સમાચાર અનુસાર તેની પત્ની પોતાના પહેલા પતિ પાસે પાછી જવા માંગતી હતી તેથી તેણે નોમાન પાસે તલાક માંગ્યા હતા.
નોમાને જણાવ્યું કે તેની પત્નીએ તેને કહ્યું કે હું તારા માટે કંઈક લાઈ છું, મને માફ કરી દેજે. અને જેવું જ તે તેની તરફ પલટ્યો તેણે તેના પર તેજાબ ફેંકી દીધો. નોમાને કહ્યું કે તેજાબની બળતરા અને દુખાવો આજે પણ છે, પરંતુ તે કરતા વધુ દુખ મને તે વાતનું છે કે જેને હું પ્રેમ કરતો હતો, તેણે મારા પ્રેમના બદલામાં આ દુઃખ આપ્યુ.
નોમાને હંમેશા માટે પોતાની આંખો ગુમાવી દીધી છે અને તેના શરીર પર તેજાબથી બળેલા હોવાના ક્યારેય દૂર ન થવાના ડાઘના નિશાન છે. ઉલ્લેખનીય છે કે તેની પત્ની પર આ હુમલા માટે આવતા વર્ષે કેસ ચાલશે.
પાકિસ્તાન હ્યુમન રાઈટ્સ કમિશનની કાર્યક્રતા ઉઝમા નૂરાની પુરુશો પર તાજેતરમાં જ વધેલા એસિડ એટેકની નિંદા કરે છે. પરંતુ સાથે જ એ પણ કહે છે કે મહિલાઓ પર આ પ્રકારના હુમલા વધુ થઈ રહ્યા છે. નૂરાનીએ કહ્યું કે મોટાભાગના કેસમાં પુરુષ મહિલાઓ પર તેજાબ હુમલો કરી રહ્યા છે કારણ કે અમારા સમાજામાં જે રીત છે તેમાં આજે પણ મહિલાઓને એક ઉપભોગની વસ્તુ માનવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર પુરુષો પર તેજાબ ફેંકવાની ઘટના પાકિસ્તાની ડાન્સર દ્વારા આત્મહત્યા કર્યા પછી વધી છે. ફખરા યુનુસ નામની આ મહિલા પર 12 વર્ષ પહેલા તેજાબ ફેંકી ખરાબ રીતે બાળવામાં આવી હતી. આરોપી મહિલાનો પતિ હતો. જે પૂર્વ સાંસદ છે.