Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 05:11:17 PM IST
 

ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડુલકરે ૧૬ વર્ષ જૂનું એક રહસ્ય આજે જાહેર કર્યું

May 12, 2012 Sports
 
Tags:   Cricket Sachin tendulkar Time magazine Mystry Charity Money comment     E-Mail     Print    
 
Viewed: 11184
Rate: 3.2
Rating:
Bookmark The Article

મુંબઇ, તા. ૧૨

સચિન તેંડુલકર માત્ર નાણા માટે પોતાની કારકિર્દી લંબાવી રહ્યો છે અને તે ભાગ્યે જ ચેરિટી વર્ક કરે છે તેવી અટકળ વારંવાર ક્રિકેટપ્રેમીઓ પાસેથી સાંભળવા મળતી હોય છે. સચિન તેંડુલકરે ખૂલ્લી પાડેલી ૧૬ વર્ષ અગાઉની એક વાત ઉપરથી તેના વિષેની ખોટી શંકાઓ દૂર થઇ શકે છે.

તેંડુલકર ૧૯૯૬ના વર્લ્ડકપમાં સ્ટિકર વિનાના બેટથી રમ્યો હતો. બીજી રીતે કહીએ તો આગલા વર્ષે વર્લ્ડટેલના માર્ક મેસ્કરહાન્સ મારફતે લાખો રૂ પિયાનો કોન્ટ્રાક્ટ કરનારા સચિન તેંડુલકરે એ સ્પર્ધા બેટને લગતા કોન્ટ્રાક્ટ વિના જ શરૂ  કરી હતી. સચિને 'ટાઇમ' મેગેઝિનને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે 'હું ક્યારેય ક્રિકેટના ભોગે પૈસા બનાવતો જ નથી. આ માટે તમને એક ઉદાહરણ આપું. ૧૯૯૬ના વર્લ્ડકપમાં મેં પહેલી બે મેચ રમી લીધી ત્યારપછી એક કંપનીએ મારા બેટને લગતો કોન્ટ્રાક્ટ કરવાની ઓફર મૂકી હતી. કંપની પોતાનો લોગો મારા બેટ ઉપર મૂકવા માગતી હતી. અલબત્ત, હું ટુર્નામેન્ટની બે મેચમાં રમી ચૂક્યો હતો અને સ્ટિકર વિનાના બેટથી રમવાનું ફાવી ગયું હતું એટલે હું મારી એકાગ્રતા તોડવા માગતો નહોતો. મેં કંપનીને સ્પષ્ટ કહી દીધું કે હું આ ટુર્નામેન્ટમાં અધવચ્ચેથી મારા બેટ ઉપર કોઇ જ ફેરફાર કરવા માગતો નથી. આ કારણે તમે ગમે તેટલી રકમની ઓફર કરો હું કોન્ટ્રાક્ટ સાઇન નહીં જ કરું.

ઉલ્લેખનીય છે કે, ૧૯૯૬ના વર્લ્ડકપમાં સચિન તેંડુલકરે ૫૭૦ રન કર્યા હતા. સચિન સ્પોન્સરના લોગો વિનાના બેટથી રમ્યો હોય તેવી આ છેલ્લી ટુર્નામેન્ટ હતી.અત્યારે કેટલી રકમ મળે છે?

  • 'ક્રિકેટના ભોગે પૈસા બનાવતો નથી'
  • સચિન તેંડુલરે ૧૬ વર્ષ જૂનું રહસ્ય છતું કર્યું

સચિન તેંડુલકરના બેટના સ્પોન્સર લોગો તરીકે અગાઉ એમઆરએફ હતું. એમઆરએફ ૧૦ વર્ષ સુધી સચિનના બેટના લોગોનું સ્પોન્સર રહ્યું હતું અને આ માટે ર્વાિષક ૫ કરોડ ચૂકવતા હતા. ૨૦૦૯થી એડિડાસ સ્પોન્સર છે અને તે વાર્ષિક ૧૦ કરોડ ચૂકવતું હોવાનો અંદાજ છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com