ઇન્ટિમસી - કામિની મોટવાણી
બંધ રૂમમાં નરમ ગાદલામાં સમાગમ કરવાનું તો સૌ કોઈ પસંદ કરે છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને અલગ-અલગ રીતે અને અલગ-અલગ જગ્યાએ સમાગમ કરવામાં મજા આવે છે. જો તમે તમારા બેડરૂમમાં પથારી સિવાય કોઈ અન્ય જગ્યાએ ક્યારેય સમાગમ કરવાનો પ્રયત્ન ન કર્યો હોય તો અખતરો કરી જુઓ, કદાચ તમારો આનંદ બેવડાશે
સમાગમમાં એકધારાપણાથી છુટકારો મેળવવા માટે સમાગમ માટેની જગ્યા પણ બદલવી જોઈએ. ઘરમાં બેડરૂમ સિવાય બીજી કઈ એવી જગ્યા છે જ્યાં સમાગમ કરી શકાય? જરા વિચાર કરશો તો ખ્યાલ આવશે કે ઘરમાં એવી કેટલીયે જગ્યાઓ છે જ્યાં તમે સમાગમનો અનોખો આનંદ અને રોમાંચ અનુભવી શકો છો. જાણીએ તમારા ઘરની આવી પાંચ જગ્યાઓ વિશે જ્યાં તમે સમાગમ કરી શકો છો.
બાથરૂમ
તમારા ઘર કે બેડરૂમનું બાથરૂમ સૌથી ઉત્તેજક જગ્યા સાબિત થઈ શકે છે, કારણ કે આ એક જ એવું સ્થાન છે જ્યાં ઘરમાં અનેક સભ્યો હોવા છતાં પણ તમે અને તમારી પાર્ટનર એક સાથે સ્નાન અને સમાગમનો આનંદ માણી શકો છો.
જો તમારી પાર્ટનર બાથરૂમમાં શાવર લઈ રહી હોય ત્યારે બારણાને નોક કરો. બારણું ખૂલે કે ફટાકથી બાથરૂમમાં જતા રહો. આમ કરવાથી તમારી પાર્ટનર ઉત્તેજના સાથે રોમાંચ અનુભવશે.
પાણીથી ભીંજાયેલાં બંને શરીરમાં ક્યારેય ન ભડકી હોય તેવી સમાગમની આગ ભડકી ઊઠશે. પાણીની બૂંદો વચ્ચે સમાગમ કરવાથી પ્રેમની અલગ જ અનુભૂતિ થાય છે. જો તમારા બાથરૂમમાં બાથ ટબ હોય તો તો પછી પૂછવું જ શું!
ડ્રોઈંગ રૂમ
જો તમે તમારા ડ્રોઈંગ રૂમમાં બેસીને તમારી પાર્ટનર સાથે ટીવીની મજા માણી રહ્યાં હો અને અચાનક તમે તેની નજીક જતા રહો ત્યારે એવું ન વિચારશો કે તમે તેને પહેલાં બેડરૂમમાં લઈ જશો અને પછી આલિંગન આપશો, પરંતુ તે સમયે સોફા પર જ તમે એક મજબૂત આલિંગન આપો ત્યારબાદ સમાગમ તરફ આગળ વધો. અહીં તમને પ્રેમની અનુભૂતિ વધારે થશે, કારણ કે સોફા પર સમાગમની પોઝિશન પથારી કે બેડ પરની પોઝિશન કરતાં એકદમ અલગ હોય છે અને આ જ કારણ છે કે બેડરૂમ કરતાં અહીં વધારે મજા આવે છે.
રસોડું
તમે ફિલ્મો કે સિરિયલોમાં પણ ઘણી વાર હીરો-હિરોઈનને પ્રેમ કરતાં જોયાં હશે. વાસ્તવમાં પ્રેમીઓ માટે તો રસોડું પણ રોમેન્ટિક જગ્યા છે. જો તમારી પાર્ટનર રસોડામાં રસોઈ બનાવી રહી હોય અને અચાનક તમારી અંદર પ્રેમનું ભૂત ધૂણવા લાગે તો રસોડામાં જ તેને પ્રેમ કરવાનું શરૂ કરો. આવું કરીને તમને અને તમારી પાર્ટનરને પહેલાં ક્યારેય ન આવી હોય તેવી અદ્ભુત મજા આવશે. જોકે એક વાત ધ્યાનમાં રાખવી કે સાફ-સફાઈની દૃષ્ટિએ રસોડામાં વારંવાર સમાગમ કરવો યોગ્ય નથી, પરંતુ લાંબા સમયગાળા પછી રોમાંચ અનુભવવા માટે તમે એકાદ વખત રસોડાનો ઉપયોગ કરી શકો છો.
ડાઇનિંગ રૂમ
સમાગમમાં અનેક પોઝિશન એટલે કે રીતો હોય છે. તેમાંથી એક પોઝિશન એવી છે જેમાં પુરુષ ખુરશી પર બેઠો હોય અને તેની ઉપર સ્ત્રી. આ પોઝિશનમાં બંને પાર્ટનરને ખૂબ મજા આવી શકે છે.
હા, તમે બેડરૂમમાં જ ખુરશીનો ઉપયોગ કરીને આ પોઝિશન અજમાવી શકો છો, પરંતુ ખુરશી જ્યાં હોય છે તેવા ડાઇનિંગ રૂમમાં આ પોઝિશનની ખરી મજા આવે છે.
ગેલેરી અથવા અગાસી
ખુલ્લા આકાશ નીચે સમાગમ માણવાની મજા જ કંઈક અનોખી હોય છે. ખુલ્લું આકાશ જોવા મળે તેવી બે જ જગ્યા તમારા ઘરમાં હોય છે જેમાંથી એક છે તમારા ઘરની ગેલેરી અને બીજી છે અગાસી, પરંતુ આ જગ્યાની પસંદગી તમે ત્યારે જ કરી શકો જ્યારે આજુબાજુની દીવાલો ઊંચી હોય અને કોઈ જોઈ શકે તેમ ન હોય.
સમાગમ માટે બેડરૂમ જેવું સુરક્ષિત અને યોગ્ય સ્થાન બીજું કોઈ નથી, પરંતુ સમાગમમાં રોમાંચ અને નવાપણાનો અનુભવ કરવા માટે ઘરની અન્ય જગ્યાઓનો ઉપયોગ કરવો જોઈએ. જોકે તેના માટે ઘરે બે પાર્ટનર સિવાય કોઈ ન હોય તે જરૂરી છે. જો આ સ્થાન તમારા માટે હંમેશાં ઉપલબ્ધ નથી, પરંતુ જ્યારે ઉપલબ્ધ થાય ત્યારે તક ન ચૂકશો.