ચેન્નઈ, તા. 12
મુંબઈ આતંકી હુમલાને લીધે ભારત-પાક ક્રિકેટ સંબંધ તૂટ્યાને ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયા પછી ભારતીય ક્રિકેટ બોર્ડે આજે જણાવ્યું કે, ''તેને ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-20 ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની કોઈ ટીમ ભાગ લે તો તેને વાંધો નથી.'' નવેમ્બર 2008માં થયેલ આતંકી હુમલાને બંને પાડોશી દેશોની વચ્ચે દ્ધિપક્ષીય ક્રિકેટ સંબંધો પર પૂર્ણવિરામ મૂક્યા સિવાય પાકિસ્તાનના ખેલાડીઓને લલચાવવાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાથી પણ વંચીત કરી દીધા હતા.
બોર્ડ અધ્યક્ષ એન. શ્રીનિવાસને અહીં બોર્ડ કાર્યકારી સમિતીની બેઠકમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ''કાર્યકારી સમિતીએ ઓકટોબરમાં થનાર ચેમ્પિયન્સ લીગ ટી-ટ્વેન્ટી ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમને આમંત્રણ આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયનો અર્થ છે કે શોએબ મલિકની આગેવાનીમાં સિયાલકોટ સ્ટેલિયન્સની ટીમ ઓક્ટોબરમાં શરૂ થનારા મુકાબલામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે, કારણ કે તેને ઘરેલું ટી-ટ્વેન્ટી ખિતાબ જીત્યો છે. બીસીસીઆઈ આ ભલામણનું સંચાલન પરિષદ કરશે. ''
ચેમ્પિયન્સ લીગ ટી-ટ્વેન્ટી પર બીસીસીઆઈ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્રિકેટ દક્ષિણ આફ્રિકાનો માલિકીનો હક છે. અમે સંચાલન પરિષદને ભલામણ કરીશું કે બીસીસીઆને કોઈ વાંધો નથી અને તે ચેમ્પિયન્સ લીગમાં પાકિસ્તાનની ટીમને આમંત્રણ કરવા તૈયાર છે.