Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 08:48:51 AM IST
 

પાટણ શહેરમાં અજાણી મહિલા બાળકીને ઉઠાવી જતાં ચકચાર

May 13, 2012 Ahmedabad > Banaskantha-Patan
 
comment     E-Mail     Print    
 
Viewed: 436
Rate: 0
Rating:
Bookmark The Article

પાટણ,તા.૧૨

પાટણ શહેરના રોહિતનગર વિસ્તારમાં રહેતા અને ટ્રેક્ટર દ્વારા રેતીના ફેરા મારી પેટીયું રળતા પરિવારની મહિલા બાલાબેન સરદારભાઈ વણઝારા તેમજ તેની બાળકી ખુશી(ઉ.વર્ષ.૩) અમદાવાદ થી પ્રાઈવેટ લકઝરી બસ દ્વારા પાટણ આવી રહી હતી ત્યારે મહેસાણાથી એક યુવતિ તેમની પાસેની સીટમાં બેસી બાલાબેનને વાતોમાં લગાવી તેણી સાથે સબંધ કેળવી પાટણ શહેરના બગવાડા ચોક વિસ્તારમાં ઉતર્યા બાદ બાલાબેનને અજાણી યુવતિએ પૂછયું હતું.

  • બાળકી ઉઠાવી જવાની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ

 કે તમે ક્યાં રહો છો તેથી બાલાબેને રોહિતનગરમાં રહેતા હોવાનું જણાવતા મારે તે તરફ જ આવવાનું છે પરંતું ભૂખ લાગી છે નાસ્તો કરીને સાથે સાથે જઈએ તેવું જણાવી શહેરના બગવાડા પાસે આવેલા તિરૂપતી માર્કેટમાં લઈ જઈ મારે અરજન્ટ ફોન કરવાનો છે પરંતું મારા ફોનમાં ચાર્જીંગ નથી તેમ કહી માર્કેટની અંદર આવેલ રસ્તા પર ઉભી રાખી બાળકીને સાથે રાખી ક્રેડીબલ ટ્રેલરીંગ મટીરીયલની દુકાનમાં ચાર્જીંગ કરાવવા પહોંચી ચાર્જીંગમાં મોબાઈલ મુક્યા બાદ થોડીવારમાં લઈ જવું તેમ કહેતા દુકાન માલીકે મોબાઈલ ચેક કરતા મોબાઈલમાં બેટરી ન હોવાનું કહેતા યુવતિએ મોબાઈલ પાછો મેળવી પાટણથી ઉપડતી ટ્રેનનો સમય કેટલા વાગ્યાનો છે તે જાણી બાળકીને લઈ નીકળી ગઈ હતી. થોડીવાર બાદ યુવતિ બાળક સાથે પાછી ન આવતા બાલાબેને તપાસ કરતા હોબાળો થવા પામ્યો હતો ત્યારે આ હોબાળો સાંભળી ક્રેડીબલ દુકાનનો માલીક બહાર આવી તપાસ કરતા અને સઘળી બાબત જાણતા તેણે તેના દુકાનમાં લગાવેલ વીડીયો ફુટેજ જોઈ આ બાબતે યુવતિ ક્યારની ચાલી ગઈ હોવાનું જણાવતા આ બાબતની તાત્કાલીક જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરાતા પોલીસ ન આવતા જાગૃત નાગરિકોએ તિરૂપતી માર્કેટ સહિત બહારના વિસ્તારમાં બાળકી શોધવા દોડધામ મચાવી હતી. પરંતું બાળકી ન મળતા સમગ્ર પાટણ શહેરમાં આ બાબતને લઈ હડકંપ મચી જવા પામ્યો હતો. બનાવની જાણ પાટણ એ ડીવીઝન પોલીસને ત્રણ કલાકે થતા છેવટે ત્રણ કલાક બાદ પોલીસ તિરૂપતી માર્કેટ ખાતે આવી બાળકી ખુશીની માતા તેમજ પિતાની પાસેથી યુવતિની સઘળી જાણકારી મેળવી તેમજ ક્રેડીબલ ટેલરીંગ મટીરીયલ નામની દુકાનમાંથી બાળકી તેમજ યુવતિના ફુટેજ મેળવી બાળકી સાથે ભાગેલ યુવતિને પકડવા તજવીજ હાથ ધરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com