Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 07:29:03 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

દિયોદર રેલવે ફાટક ઉપર માલગાડીની ટક્કરથી એક યુવાનનું મોત

May 13, 2012 Ahmedabad > Banaskantha-Patan
 
comment     E-Mail     Print    
 
Viewed: 477
Rate: 4.0
Rating:
Bookmark The Article

દિયોદર, તા. ૧૨

દિયોદર રેલવે ફાટક ઉપર આજે વહેલી સવારે માલગાડીની ટક્કરથી એક યુવાનનું મોત નીપજ્યું હતંુ. જેની જાણ મરનાર યુવાનના સગા-સંબંધીને થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. ડાયરીમાં લખેલ મરનાર યુવાનના ભાઈનો નંબર જાણવા મળતાં દિયોદર પોલીસે આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરતાં સગાસંબંધી દિયોદર ખાતે દોડી આવ્યા હતા અને મરનાર યુવાનનું નામ ઘુડાભાઈ સોનાભાઈ ભાટ રહે. ચોથા નેસડા તા. વાવ હોવાનું જાણવા મળતાં દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે બીજી તરફ મરનાર યુવાનના ભાઈ વરજનભાઈ ભાટે જણાવેલ કે મારા ભાઈને મગજની બીમારી હતી. જે ગત દિવસ દિયોદર આવી ટ્રેનની ટક્કરથી માથાના ભાગે વધુ ઈજા થતાં મોત નીપજ્યું છે.

ભાઈના મોતના આઘાતમાં નાના ભાઈનું મોત

દિયોદર રેલવે ફાટક ઉપર માલગાડીની ટક્કરથી ધુડાભાઈ સોનાભાઈ ભાટનું મોત નીપજ્યું હતું. જેમાં લાશને પોસ્ટમોર્ટમ કરી વાલી વારસદારને સોંપવામાં આવી હતી જેના સમાચાર તેના નાના ભાઈ કાંતિભાઈ સોનાભાઈ ભાટને થતાં આ ઘટનાનો આઘાત લાગતા નાના ભાઈનું પણ મોત નીપજ્યું હતું. સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com