સમી તાલુકાના દુદખા ગામે રહેતા ઠાકોર ચમનજી (ઉં. વ. ૩૦) તેઓ શુક્રવારે સાંજે પોતાનું બાઈક લઈને સમીથી પોતાના ગામ દુદખા જવા નીકળ્યા હતા. સાંજે નીલગાય રોડ પર આડી આવતા ઠાકોર ચમનજી રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.