જામનગર તા.૧ર :
જામનગર જિલ્લામાં બિયારણ વિક્રેતાઓએ ખેડુતોને લાભ મળે તે રીતે બિયારણનું વેચાણ કરવાનું રહેશે. તેમાં ગેરરીતિ આચરનાર બિયારણ વિક્રેતાઓના લાયસન્સ રદ કરવામાં આવશે.
- સરકાર માન્ય બિયારણની જાતોનું જ વિતરણ કરવાનું રહેશે
જામનગર જિલ્લાના બિયારણ વિક્રતાઓએ સરકાર માન્ય બિયારણની જાતોનું જ વિતરણ કરવાનું રહેશે.
બિયારણ વેંચાણનો વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે અંગે તકેદારી લેવા તેમ નાયબ ખેતી નિયામક પટેલે જણાવ્યું છે. બિયારણ વિક્રતાઓએ પેકેટ પર છાપેલ કિંમત કરતાં વધુ ભાવ ન લેવો અને અન્ય ચીજ વસ્તુ ખરીદવાનો આગ્રહ કે ફરજ પાડવી નહીં તેમજ સ્ટોક રજીસ્ટર, ડીસપ્લે બોર્ડ તથા બીલ બુક નિભાવવાની રહેશે. ઉપરાંત બિયારણ વિક્રેતાઓ કોઈ પણ ગેરરીતિ આચરશે તો લાયસન્સ રદ કરાશે. ઉપરાંત તમામ વિક્રેતાઓએ તેમની પેઢીના લાયસન્સ સમયસર રીન્યુ કરાવી લેવા તેમજ જરૂરી પ્રિન્સીપાલ સર્ટી.ના ઉપયોગ બાદ જ બિયારણનું વિતરણ કરવા જણાવાયું છે.