Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 06:51:55 PM IST
 

જામપા દ્વારા માલ મિલકતની સુરક્ષા માટે ખર્ચાશે રર લાખ

May 13, 2012 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 402
Rate: 0
Rating:
Bookmark The Article

જામનગર તા.૧ર

જામનગર મહાનગરપાલિકાની માલમિલ્કતની સુરક્ષા માટે રૂ.રર.પ૦ લાખના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ ભાવ તથા શહેરમાં આવેલ ભૂગર્ભ ગટરની સફાઈ માટે પાવર બકેટ મશીન ચલાવવા માટે રૂ.૧૬ લાખના ખર્ચને સમિતિએ મંજુરી આપી હતી.

  • ભૂગર્ભ ગટરની સફાઈ માટે પાવર બકેટ મશીન ચલાવવા રૂ.૧૬ લાખ મંજુર

જામપાની સ્થાયી સમિતિની બેઠક અધ્યક્ષ મેરામણભાઈ ભાટુના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મહાનગરપાલિકાની માલ મિલ્કતોની સુરક્ષા માટે પ્રાઈવેટ સીકયુરીટી એજન્સીના રૂ.રર લાખ પ૦ હજાર મંજુર કરવામાં આવ્યા છે. જેમાં આગામી શ્રાવણી મેળા માટે સીકયોરીટીના રૂ.૧ લાખ ૭૩ હજારનો સમાવેશ કરવા આરસી ભાવ મંજુર કરવામાં આવ્યા હતા. શહેરની ભૂગર્ભ ગટર, બોકસ ગટરની સફાઈ કામગીરી માટે પાવર બકેટ મશીન ચલાવવા રૂ.૧૬ લાખ ર૦ હજાર ખર્ચ અંદાજવામાં આવ્યું છે. પરંતુ હાલમાં પ્રથમ તબકકાનું હંગામી ધોરણે રૂ.ચાર લાખ મંજુર કર્યા છે. સાથોસાથ આ કામગીરી થયે કંટ્રોલીંગ અધિકારી અને સંબંધિત નગરસેવક-સેવિકાએ ચકાસણી કરી રીપોર્ટ આપવા નકકી કર્યું છે.

શહેરમાં જુદી-જુદી જગ્યાએ લાઈટ ડેકોરેશન અને લાઈટીંગ વ્યવસ્થાના કામ અંગે રૂા.દોઢ લાખ, સ્ટ્રીટ લાઈટ કંટ્રોલ ફીકસર્ચ નવા ફીટ કરવા, ઉતારવા તથા સર્વિસ કામ અંગે રૂ.ર લાખ, સ્ટ્રીટ લાઈટ કંટ્રોલ પેરી મેઈન્ટેનન્સ રીપેરીંગ કામ અંગે રૂ.૧ લાખ, પ્રી.એસ.સી. પોલ ઉભા કરી સ્ટ્રીટ લાઈટ વ્યવસ્થાના કામ માટે રૂ.૪ લાખ, મહાનગરપાલિકા બિલ્ડીંગમાં એસી મશીન મરામત-મેઈટેનન્સના કામ અંગે રૂ.૧.૧ર લાખ વગેરેના રેઈટ કોન્ટ્રાકટ ભાવની કમિશ્નરની દરખાસ્તોને સ્થાયી સમિતિએ બહાલી આપી હતી. મહાનગરપાલિકાની જુદી-જદી શાખાઓ પાસે રહેલા જુદા-જુદા પ્રકારના ભંગાર માલ-સામાનનો નિકાલ કરવા ત્રણ સદસ્યોની કમિટી રચવામાં આવી હતી. લાઈટ શાખા દ્વારા રણજીતસાગર પાર્કના ખાતમુહુર્ત પ્રસંગે સાઉન્ડ વ્યવસ્થાના રૂ.રપ૦૦, ડીઝલ ખરીદીના રૂ.૧૩પ૭૮, વોટર વર્કસ શાખા દ્વારા સ્પોર્ટસ સંકુલના સ્વીમીંગ પુલના ઓપરેશન-મેઈન્ટેનન્સ માટે રૂ.૩૧૮૭૮, વાહનો માટે ઓઈલ-ડીઝલ ખરીદીના રૂ.૮૧૦૧ર, હાઉસ ટેકસ દ્વારા રીબેટ અંગે પત્રિકાઓ દૈનિક પેપરમાં નાખવા રૂ.પ હજાર, વકીલતા ફી ના રૂ.૧૦,પ૦૦, સોલીડ વેસ્ટ શાખા દ્વારા વાહનો ડીઝલ ખરીદીના રૂ.૯પ૪૬૦, ઈન્કવાયરી શાખા દ્વારા કોન્ટ્રાકટબેઈઝ ઈન્કવાયરી ઓફિસરને પાંચ મહિના મોબાઈલ ભથ્થુ ચુકવતા રૂ.૪ હજાર વિગેરે ખર્ચાઓની દરખાસ્તો સમિતિમાં રજુ થઈ હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com