ભાવનગર તા.૧૨
ભાવનગર શહેરના જીન દર્શન કોમ્પ્લેક્ષ વિજયરાજનગર ખાતેથી તા.૮-૧૧-૧૧ના રોજ પરેશ અનંતરાજય શાહ જૈન વાણીયા રહે.જીન દર્શન કોમપ્લેક્ષ, બ્લોક નં.૬, ભાવનગરના ઘર પાસેથી તેઓનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.જી. જે.-૪એજી-૬૭૭૮ કિંમત રૂ. ૩૫,૦૦૦ નું કોઇ ચોરી કરી લઇ ગયેલ. આ બાબતે ફરિયાદી પરેશ અનંતરાય શાહે એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી.
- ભાવનગર પોલીસે આરોપીનો કબ્જો મેળવી પુછપરછ હાથ ધરી
જે બાબતે તપાસ દરમિયાન આ મોટર સાયકલ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી કેતન ઉર્ફે નકો નવિનભાઇ મકવાણા રજપૂત (ઉ.વ. ૨૨ રહે. નરશીપરા, નર્મદા કોલોની સામે, ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) પકડાયેલ. મોટર સાયકલ તથા આરોપીનો કબજો મેળવી આરોપી કેતન ઉર્ફે નકો નવિનભાઇ મકવાણા રજપૂતની ધરપકડ કરવામાં આવેલ છે.
પકડાયેલા આરોપીએ પોતે આ હીરો હોન્ડા મોટર સાયકલ પ્રદીપ પટેલ નામના ભાવનગરના આરોપી પાસેથી રૂ.૫૦૦૦માં મેળવેલાની ચોંકાવનારી કબુલાત કરવામાં આવેલ છે. આરોપી પ્રદીપ પટેલ બાબતે ઉંડાણપૂર્વક પુછપરછ તથા તપાસ કરતા, ડીસેમ્બર ૨૦૧૧ માં વિજયરાજનગર ખાતે થયેલ લૂંટ કેસમાં પકડાયેલ અને સુરત ખાતેથી તડીપાર થયેલા આરોપી પ્રજ્ઞોશ ઉર્ફે પાગો કિશોરભાઇ લશ્કરી ઉર્ફે રામાનુજ બાવાજી (ઉ.વ.૨૭, રહે. કતારગામ, ધનમોરા ચાર રસ્તા, સુરત હાલ રહે.ગૌરીશંકર સોસાયટી ઘર નં.૪૫ જ્વેલ સર્કલ, ભાવનગર) દ્વારા લૂંટમાં ઉપયોગ કરેલ હીરો હોન્ડા મોટર સાયકલ પણ ચોરીનું હતું. જે હીરો હોન્ડા આરોપી પ્રજ્ઞોશ ઉર્ફે પાગો તથા પ્રદીપ તળશીભાઇ નાકરાણી પટેલ દ્વારા ચોરી કરવામાં આવેલ. જે કેસમાં પણ આરોપી પ્રદીપ તળશીભાઇ પટેલને પકડવાનો બાકી છે.
આ જ આરોપી પ્રદીપ તળશીભાઇ પટેલ આ ગુન્હામાં વોન્ટેડ નીકળતા તેનો ગુન્હાહગિત ઇતિહાસ મેળવી, તેને પકડી પાડવા, તપાસ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરકોપી કેતન ઉર્ફે નકો નવિનભાઇ મકવાણા રજપૂતને કોર્ટમાં રજુ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરતા બે દિવસના પોલીસ રીમાન્ડ પર સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી વધુ વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ ? તે અંગે એ ડીવીઝન પોલીસ સબ ઇન્સ. પી.કે.બ્રહ્મભટ્ટે વધુ તપાસ હાથ ધરેલ છે.