Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 03:42:23 PM IST
 

સેકસ જેવો આનંદ મેળવવો હોય તો કરો આનો ઉપયોગ

May 13, 2012 Offbeat
 
Tags:   Technology Facebook Social networking site Sex Post Money Joy Social media Media Twitter Foods Delight Survey comment     E-Mail     Print    
 
Viewed: 15157
Rate: 3.1
Rating:
Bookmark The Article

લંડન, તા.  13

માણસ જુગારમાં રૂપિયા જીતવામાં, સ્વાદિષ્ટ ભોજન અને સેક્સ કરવામાં સૌથી વધુ અવર્ણનીય આનંદ મેળવે છે તેમ અત્યાર સુધી માનવામાં આવતું હતું, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેએ આ માન્યતામાં સુધારો કર્યો છે. હવે ફેસબુક પણ માણસને અવર્ણનીય આનંદ આપતો હોવાનું જણાયું છે. એક સર્વેક્ષણ મુજબ લોકો ફેસબુક પર પોતાના વિશે બડાશ હાંકવામાં સેક્સ જેવો આનંદ મેળવે છે.

ફેસબુક અને અન્ય સોશિયલ વેબસાઈટ્સ પર લોકો તેમની સફળતાઓ વિશે આત્મ પ્રશંસા કરતાં ગર્વ અનુભવે છે. વિદેશના એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આ સર્વેમાં ભાગ લેનાર ઉમેદવારોને ફેસબુક પર તેમની સફળતાઓના ગુણ ગાવામાં રૃપિયાની પણ પરવા નથી. તેઓ વધારી ચઢાવીને તેમની ઉપલબ્ધીઓ ગણાવવામાં રૃપિયા કમાવવા સહિતની બાબતો પણ ભૂલી જાય છે. હાર્વર્ડ યુનિર્વિસટીના ન્યૂરોસાયન્ટિસ્ટનું કહેવું છે કે ફેસબુક ઓનલાઈન સોશિયલ નેટવર્ક સાઈટ્સ મારફત વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા વધારે છે.

અમેરિકાની એક સંશોધક ટીમે મગજની પ્રવૃત્તિઓને જાણવા માટે એક એમઆરઆઈ સ્કેનર લગાવ્યું, જેમાં સૌથી પહેલાં આ સર્વેમાં ભાગ લેનાર ઉમેદવારોના વિચારો અને માન્યતાઓ પર વાત કરવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય બાબતો પર તેમની સાથે વાત કરાઈ હતી. આ સંશોધનના પરિણામ સ્વરૃપ જોવા મળ્યું હતું કે લોકો પોતાના વિશે વાત કરે છે ત્યારે તેમના મગજની મેસોલિમ્બિક ડોપામાઈન સિસ્ટમ વધુ પડતી સક્રિય થઈ જાય છે. મગજનો આ જ ભાગ જુગારમાં રૃપિયા જીતવામાં, સ્વાદિષ્ટ ભોજન અને સેક્સ કરવામાં પણ આવા જ આનંદનો અનુભવ કરાવે છે.

  • ફેસબુક પર બડાશ હાંકવામાં સેક્સ જેવો આનંદ મળે છે
  • મગજની મેસોલિમ્બિક ડોપામાઈન સિસ્ટમ વ્યક્તિને આવો આનંદ આપે છે

આ સંશોધન અનુસાર વ્યક્તિ પોતાના વિશે, પોતાની સફળતા વિશે લોકોને વાત કરતો હોય છે ત્યારે તે પૂરા જોશ અને ઉત્સાહમાં આવી જાય છે. આ સંશોધનમાં જણાયું હતું કે વ્યક્તિ તેની કમાણીનો ૧૭થી ૨૫ ટકા ભાગ પોતાને ભાવનાત્મક શાંતિ અપાવવા માટે ખર્ચી નાંખે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com