લંડન, તા. 13
સ્ત્રીઓને સેક્સ માણવાની મહત્તમ ઇચ્છા જે સમયે થતી હોય છે તે સમય પણ એક નવાં સર્વેક્ષણ દ્વારા શોધી કઢાયો છે. આ સર્વેક્ષણનાં તારણો મુજબ, શનિવારે રાત્રીના ૧૧ વાગ્યાનો સમય સ્ત્રીઓ માટે કામુક થવાનો કોમન સમય છે.
જોકે, ઘણી સ્ત્રીઓ બેડરૂમ સિવાયનાં સ્થળે સેક્સ માણવાનું પસંદ કરતી હોવાનું પણ આ સર્વેક્ષણથી માલૂમ પડયું હતું. 'વિમેન્સ હેલ્થ' મેગેઝિનનાં આ સર્વેક્ષણમાં આવરી લેવાયેલી ૧,૦૦૦ સ્ત્રીઓ પૈકી ૪૦ ટકા સ્ત્રીઓએ બેડરૂમ સિવાયનાં સ્થળે સેક્સ માણ્યું હોવાનું સ્વીકાર્યું હતું.
સર્વેક્ષણથી એમ પણ જાણવા મળ્યું હતું કે સાઉથ-વેસ્ટ, નોર્થ-વેસ્ટ અને સ્કોટલેન્ડની સ્ત્રીઓ તેમનાં જાતીય જીવનથી સૌથી વધુ સંતુષ્ટ હતી. ત્યાંની દર પાંચમાંથી ચાર સ્ત્રીઓનું કહેવું હતું કે તેઓ તેમની સેક્સલાઇફથી ખુશ છે.
- 'વિમેન્સ હેલ્થ' મેગેઝિનનાં સર્વેક્ષણનું રસપ્રદ તારણ
- ૪૦ ટકા સ્ત્રીઓએ બેડરૂમ સિવાયનાં સ્થળે સેક્સ માણ્યું હોવાનું સ્વીકાર્યું
તેનાથી ઊલટું, આયર્લેન્ડની મહિલાઓ તેમની સેક્સલાઇફથી નહિવત્ સંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું હતું. આયર્લેન્ડની દર ત્રણમાંથી એકથી પણ ઓછી મહિલાઓએ તેઓ તેમની સેક્સલાઇફથી ખુશ હોવાનું કહ્યું હતું, જોકે આયર્લેન્ડની ૪૦ ટકાથી વધુ મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ અઠવાડિયામાં ત્રણથી વધુ વખત સેક્સ માણે છે. સર્વેક્ષણમાં આવરી લેવાયેલી લંડન અને વેલ્શની ત્રીજા ભાગની મહિલાઓએ અઠવાડિયામાં ત્રણથી વધુ વખત સેક્સ માણતી હોવાનું સ્વીકાર્યું હતું. 'વિમેન્સ હેલ્થ'નાં એડિટર ફેર્રાહ સ્ટોર્રે જણાવ્યું હતું કે, "અમારાં સર્વેક્ષણનાં તારણો મુજબ, મોટાભાગની સ્ત્રીઓ તેમનાં જાતીય જીવનથી ખુશ છે તેનો અમને આનંદ છે."