ભીલડી, તા.૧૩
ડીસા તાલુકાના લાખણી નજીક આવેલ સરકારી ગોળીયા પાસે ગત સાંજના સુમારે બોલેરો જીપે ધડાકાભેર ટક્કર મારતા બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.
- લાખાણી નજીક સરકારી ગોળીયા પાસે બનેલો બનાવ
મળતી માહિતી મુજબ લાખણી નજીક સરકારી ગોળીયા પાસે સાંજના સુમારે બોલેરો જીપના ડ્રાઇવરે પૂરઝડપે ગફલતભર્યુ ડ્રાઇવીંગ કરતા રસ્તે જતા બાળક દશરથ કાનજીભાઇ પટેલ (ઉ.વ.૧૦) ને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ બાળકનું કરુણ મોત નિપજ્યુ હતું. આ અંગે આગથળા પોલીસ મથકે જગતાજી કેશરાજી પટેલે ગાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગાડી સાથે ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.