મુંબઈ, 14 મે
"કલ કે અંધેરો સે નિકલ કે, દેખા હૈ આંખે મલતે મલતે, કોઈ ના રોકો દિલ કી ઉડાન કો." જેવાં સુંદર શબ્દોનાં ગીતો થી પ્રખ્યાત બનેલી અભિનેત્રી વહીદા રહેમાને તેમનાં ફિલ્મી કેરિયરમાં ગુરુદત્ત થી લઈ અમિતાભ બચ્ચન જેવાં ગજાનાં કલાકારો સાથે કામ કર્યું છે.
તીક્ષ્ણ વળાંક ધરાવતી આંખો અને ખજૂરાહોની મૂર્તિ જેવી કાયા ધરાવતી વહીદા રહેમાનને જૂના જમાનાની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. તેમણે પોતાના અભિનય અને ડાન્સનાં કારણે પોતાનું નામ અમર બનાવ્યું છે. 'પ્યાસા' 'કાગજ કે ફૂલ' 'સાહિબ બીબી ઔર ગુલામ' 'ગાઈડ' 'સીઆઈડી' અને 'ચૌદહવી કા ચાંદ' જેવી ફિલ્મોમાં તેમણે અમર અભિનય કર્યો છે.
વહીદા રહેમાનનો જન્મ 14 મે 1936 માં તમિલનાડુનાં ચેંગલપટ્ટૂમાં થયો હતો, તેમની ઈચ્છા નાનપણમાં ડોક્ટર બનવાની હતી, પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં તેમણે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો.
ફિલ્મ 'ગાઈડ' માટે 1967માં ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર મેળવ્યો હતો.
ફિલ્મ 'નીલકમલ' માટે 1969માં ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મેળવ્યો હતો.
ભરતનાટ્ટયમમાં પારંગત વહીદા રહેમાને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોથી કરી હતી. હૈદરાબાદમાં ફિલ્મ 'રોજુલુ મારાયી' ની સફળતાની પાર્ટીમાં ગુરુદત્તે તેમને જોઈ હતી અને હિન્દી ફિલ્મો માટે ઓફર કરી હતી.
ગુરુદત્તે પ્રથમ વાર પોતાના હોમ પ્રોડકશનની ફિલ્મ 'સીઆઈડી (1956)' માં વહીદાને ખલનાયિકાનો રોલ આપ્યો હતો. વહીદાએ નાનપણમાં જ પોતાના માતા પિતાનો આશરો ગુમાવ્યો હતો.
અભિનયનાં ક્ષેત્રમાં મહત્વનાં યોગદાન માટે વહીદાને 1972માં 'પદ્મશ્રી' અને 2011માં 'પદ્મવિભૂષણ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
એવું કહેવાય છે કે વહીદાને પોતાની માતાની કમી હંમેશા મહેસૂસ થતી હતી. જેનાં કારણે તે મા સાથે જોડાયેલાં ડાયલોગ પણ આસાનીથી બોલી શકતી ન હતી. એવો જ એક ડાયલોગ "તુમ્હારે પાસ તો માં હૈ, મેરે પાસ તો વો ભી નહીં." આ ડાયલોગ માટે વહીદાએ એકધારા 17 શોટ આપવા પડ્યાં હતાં અને આ શોટ વખતે તે પોતાની માતા ને યાદ કરીને રડી પડતી હતી.
ફિલ્મ 'સીઆઈડી' બાદ વહીદા અને ગુરુદત્ત વચ્ચે પ્રેમ સંબંધો વિકસ્યાં હતાં, જો કે આ સંબંધો લાંબો સમય ટક્યાં ન હતાં. બાદમાં 10 ઓક્ટોબર 1964માં ગુરુદત્તે આત્મહત્યા કરી હતી. 1974માં અભિનેતા કમલજીત સાથે તે લગ્નનાં બંધનમાં બંધાઈ ગઈ અને 1991માં તેમણે ફિલ્મ 'લમ્હે' માં અનિલ કપૂર અને શ્રીદેવી સાથે કામ કર્યું હતું. જો કે બાદમાં તેમનાં પતિનું મૃત્યુ થતાં તેમણે થોડા સમય માટે ફિલ્મોમાંથી નિવૃતિ લીધી હતી. ત્યારબાદ લાંબા સમય બાદ તેમણે ફિલ્મ 'વૉ઼ટર' 'રંગ દે બસંતી' 'દિલ્હી 6' માં પણ કામ કર્યું હતું.
સેલિબ્રિટીઝનાં બર્થ ડેનાં સમાચાર માટે નીચે ક્લિક કરો...
વહીદા રહેમાનની વધુ તસવીરો જોવા અહીં ક્લિક કરો...
બ્યૂટી અને અભિનયનો સંગમ લારા દત્તા
34 વર્ષે પણ રાનીનું સૌંદર્ય અકબંધ