Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 01:00:37 PM IST
 

હવે વિદેશમાંથી ફક્ત એક કિલો સોનું જ લાવી શકાશે

May 14, 2012 Business > Commodity Current
 
Tags:   commoDity Gold Purchase comment     E-Mail     Print    
 
Viewed: 1303
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, 14 મે

વિદેશથી સસ્તુ સોનું લાવનાર લોકોને  સરકારે આંચકો આપ્યો છે. હવે તમે 6 મહિના વિદેશમાં રહ્યા પછી પાછા પોતાના દેશ આવતી વખતે ફક્ત 1 કિલોગ્રામ સોનું જ લાવી શકશો. પહેલા સરકારની તરફથી વિદેશથી 10 કિલોગ્રામ સોનું લાવાની મંજૂરી હતી. સરકાર અનુસાર 10 કિલોગ્રામ સોનું લાવાની સીમાથી સ્થાનિક વેપાર પર વિપરીત અસર પડી રહી છે.

 સરકાર અનુસાર પહેલા આ સીમા 10 કિલોગ્રામ હતી. પરંતુ અખિલ ભારતીય રત્ન તેમજ આભૂષણ વેપાર મહાસંઘે તેનો દુરુપયોગ થવાની ફરિયાદ કરી હતી. તેના કારણે સીમા ઘટાડીને 1 કિલોગ્રામ કરવામાં આવી છે.
 
 રસપ્રદ એ છે કે વર્ષ 2009માં સોનાની આયાતમાં સતત વધારો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2009-10માં 850985 કિલો સોનું આયાત કરવામાં આવ્યું જે વર્ષ 2010માં વધીને 969736 કિલોગ્રામ પર પહોંચી ગયુ છે. વર્ષ 2011-12માં ફેબ્રુઆરી સુધી 986126 કિલોગ્રામ સોનું ભારત લાવામાં આવ્યું છે. 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com