કોલકાતા, તા. ૧૪
માઇક હસ્સીના ૫૬ અને મહેન્દ્રસિંહ ધોનીના ૨૮ રન બાદ ડેરેન બ્રાવોએ અંતિમ બોલમાં સિક્સર ફટકારતાં ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૫ વિકેટે વિજય મેળવ્યો હતો. ચેન્નાઈને અંતિમ બોલે જીતવા ૫ રન જરૃરી હતા તે સમયે બ્રાવોએ સિક્સર ફટકારી વિજય અપાવ્યો હતો. આ જીત સાથે ચેન્નાઈએ નોકઆઉટમાં પહોંચવાની દાવેદારી મજબૂત બનાવી છે. પ્રથમ બેટિંગ કરતાં ગૌતમ ગંભીરના ૬૨ રનની મદદથી કોલકાતાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૧૬૦ રન બનાવી લીધા હતા.
અંતિમ બોલે સિક્સ ફટકારી બ્રાવોએ જીત અપાવી,
૧૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલ ચેન્નાઈના ઓપનર હસ્સી અને વિજયે ૫ ઓવરમાં ૫૦ રન બનાવી પ્રભાવશાળી શરૃઆત કરી હતી. હસ્સીએ ૩૫ બોલમાં ૫૦ રન પૂરા કર્યા હતા. હસ્સી ૩૯ બોલમાં ૫૬ રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ વિકેટ માટે ૯.૨ ઓવરમાં ૯૭ રન જોડયા હતા. ધોની ૨૧ બોલમાં ૨૮ રન બાદ બ્રાવોએ અંતિમ બોલમાં ૬ રન બનાવી જીત અપાવી હતી.
|
ચેન્નાઈ સુપર કિંગ્સ
|
રન
|
બોલ
|
૪
|
૬
|
|
એમ. હસ્સી કો. ભાટિયા બો. નારાયણ
|
૫૬
|
૩૯
|
૪
|
૪
|
|
વિજય બો. નારાયણ
|
૩૬
|
૨૪
|
૫
|
૧
|
|
રૈના રનઆઉટ
|
૮
|
૧૦
|
૧
|
૦
|
|
પ્લેસી કો. તિવારી બો. ભાટિયા
|
૧૩
|
૧૬
|
૦
|
૦
|
|
ધોની બો. ભાટિયા
|
૨૮
|
૨૧
|
૩
|
૧
|
|
બ્રાવો અણનમ
|
૧૧
|
૭
|
૦
|
૧
|
|
જાડેજા અણનમ
|
૩
|
૨
|
૦
|
૦
|
એકસ્ટ્રા : ૦૫, કુલ : (૨૦ ઓવરમાં, ૫ વિકેટે) ૧૬૦, વિકેટ : ૧-૯૭ (એમ. હસ્સી, ૯.૨), ૨-૯૭ (વિજય, ૯.૪), ૩-૧૧૦ (રૈના, ૧૨.૨), ૪-૧૨૭ (ડુ પ્લેસી, ૧૭.૧), ૫-૧૫૧ (ધોની, ૧૯.૨). બોલિંગ : ડી લેંગ : ૩-૦-૩૭-૦, બાલાજી : ૪-૦-૩૩-૦, નારાયણ : ૪-૦-૧૪-૨, કાલિસ : ૩-૦-૨૫-૦, ભાટિયા : ૪-૦-૩૩-૨, યુસુફ : ૨-૦-૧૪-૦.