Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 09:13:27 PM IST
 

માસ્ટર બ્લાસ્ટરને મળી રાહત, સુપ્રિમ કોર્ટે સચિન સામેની વાંધા અરજી ફગાવી

May 14, 2012 Sports
 
Tags:   sachin Tendulkar Rajyasabha Court comment     E-Mail     Print    
 
Viewed: 2330
Rate: 3.0
Rating:
Bookmark The Article

દિલ્હી 14, મે

સર્વોચ્ચ અદાલતે સોમવારે સચિન સામેની અરજીને ફગાવી દીધી. જેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરને રાજ્યસભામાં સમાવવા સબંધી નિર્ણય પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ન્યાયાધીશ દીપક વર્માની અધ્યક્ષતામાં રામગોપાલ સિંહ સિસોદીયા દ્વારા આ અરજીને ફગાવી દેવામાં આવી હતી.

આ અરજીમાં જણાવાયું હતું કે રાજ્યસભામાં સચિનનો સમાવેશ ભારતના સંવિધાનના સિદ્ધાંતોથી વિપરીત છે. અદાલતે અરજીકર્તાને આ મામલાની વધુ સુનવાઈ માટે સુપ્રિમ કોર્ટમાં જવાની સલાહ આપી. અરજીકર્તાની દલીલ હતી કે ખેલની શ્રેણીમાંથી કોઈ એક વ્યક્તિને રાજ્યસભામાં સમાવી શકાય તેવો આપણા બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી.

રામગોપાલસિંહ સીસોદિયાએ જણાવ્યું હતું કે સંવિધાનની કલમ 80(3)માં જણાવાયું છે કે સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સામાજીક સેવાઓ જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ ભૂમિકા ભજવનારનો રાજ્યસભામાં સમાવેશ કરી શકાય છે પરંતુ  ખેલ જગત સબંધી વ્યક્તિઓનો આ કલમમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

સચિન વિશેનાં વધુ સમાચાર વાંચવા માટે નીચે ક્લિક કરો.....

ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડુલકરે ૧૬ વર્ષ જૂનું એક રહસ્ય આજે જાહેર કર્યું

આ 'એશિયન હીરો' ફરી બન્યો ટાઈમમાં 'ક્રિકેટનો ભગવાન'

સચિન ક્યારેય 'રિટાયર' નહીં થાય, રાજ્યસભાથી આગળ ફિલ્મોમાં ઝંપલાવશે! 

વિશ્વના છ દેશોમાં 'ઈવનિંગ વિથ સચિન' યોજાશે 

સચિનના રાજ્યસભામાં જવાના નિર્ણયને ભૂતપૂર્વ ક્રિકેટર્સનો મિશ્ર પ્રતિસાદ 

સચિનને રાજ્યસભા નહીં, ભારત રત્ન આપો 

હેપ્પી બર્થ ડે, સચિન 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com