બીજીંગ, 14 મે
તિબટના નિર્વાસિત આધ્યાત્મિક નેતા દલાઈ લામાને ઝેર આપી મારવાનું ષડયંત્ર રચાવાના આરોપોનું ચીને ખંડન કર્યુ છે.
દલાઈ લામાએ બ્રિટનના એક સ્થાનિક સમાચારપત્રને જણાવ્યું હતુ કે તેમને ધમકી મળી છે કે ચીન તિબેટી મહિલાઓને ઝેરનો ઉપયોગ કરવાની ટ્રેનીંગ આપી રહ્યું છે.
દલાઈ લામાનું કહેવું છે કે આ મહિલાઓના વાળ અને સ્કાર્ફમાં ઝેર હશે અને તે ભક્તોને વેશમાં આર્શીવાદ લેવા આવશે જેથી તેમને સ્પર્શી નુકશાન પહોંચાડી શકે.
તેના પર ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ આરોપ પાયાવિહોણા છે.
વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ દલાઈ લામા પર આરોપ લગાવ્યો છે કે તે ધર્મની આડમાં અલગતાવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.