લંડન, 14 મે
તમે અત્યાર સુધી ટ્રેઈની નર્સ, બ્યૂટિશીયન કે ટીચર વિશે તો સાંભળ્યું હશે પણ ક્યારેય સેક્સ વર્કર વિશે સાંભળ્યું છે? જો સાંભળ્યું નથી, તો આ સમાચાર ચોક્કસથી વાંચો, કેમ કે હવે માર્કેટમાં ટ્રેઈની સેક્સ વર્કરો મળી આવશે.
સ્પેનની વેલેનિકાની એક કંપનીએ દેહવ્યાપારનાં ધંધાને પ્રોત્સાહન આપવા અને પ્રોફેશનલ બનાવવા કોર્સ શરૂ કરવાની તૈયારી કરી છે, એટલું જ નહીં જોબની ગેરંટી પણ આપી છે. એક અંગ્રેજી સમાચારપત્રનાં જણાવ્યાં અનુસાર 100 યુરોનાં ખર્ચે સેક્સ વર્કરની ડિગ્રી આપવામાં આવશે અને સાથે જોબ પણ.
આ કોર્સ પ્રમાણે સેક્સમાં ઉપયોગી બને તેવાં સાધનોનાં ઉપયોગ વિશેની જાણકારી અને સેક્સ અંગેની માહિતી આપવામાં આવશે. આ કોર્સમાં રોજનાં બે કલાક ભણાવવામાં આવશે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ કોર્સની આલોચના થઈ હોવા છતાં અભ્યાસ માટે 19 વર્ષથી 45 વર્ષ સુધીનાં લોકોની અરજી આવી છે.
જો કે ટિપ્પણીઓ થઈ રહી હોવા છતાં કંપનીએ દાવા સાથે જણાવ્યું હતું કે દેહ વ્યાપારનાં ધંધાને વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, અને શિક્ષિત સેક્સ વર્કરો કાયદાની વિરુદ્ધમાં કામ નહીં કરે.