ફરસાણ
સામગ્રી
* ૨૫૦ ગ્રામ બાફેલા વટાણા
* ૨ ઇંચ પીસેલું આદું
* ૩ ચપટી હિંગ
* ૧ જીરા પાવડર
* ૧ ટીસ્પૂન લાલ મરચાનો પાઉડર
* ૧ ટીસ્પૂન ખાંડ
* ૧ ટીસ્પૂન ઘી
* નમક સ્વાદ મજબ
* ૩ કપ મેંદાનો લોટ
* તેલ તળવા માટે
રીત
* વટાણાને દસ મિનિટ માટે ઉકાળો અને બાજુ પર મૂકી દો.
* મેંદાના લોટમાં ઘીનું મોણ નાખીને જરૂર પ્રમાણે પાણી નાખીને લોટ બાંધી લો.
* બાફેલા વટાણાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો, ત્યારબાદ એક કડાઈમાં એક ટીસ્પૂન તેલ ગરમ કરો તેમાં હિંગ, પીસેલું આદું અને પીસેલા વટાણાને નાખો, નમક, લાલ મરચાંનો પાઉડર, જીરા પાઉડર, ખાંડ ઉમેરો અને પછી સારી રીતે તેને તેલમાં સાંતળીને મિક્સ કરી દો.
* વટાણાના મિશ્રણને ગેસ પરથી ઉતારી અને ઠંડું પડવા માટે એક બાજુ મૂકી દો.
* બાંધેલા લોટના લૂઆ બનાવી તેને વણી લો તેના પર ઠંડું પડી ગયેલું વટાણાનું મિશ્રણ મૂકો અને ફરી તેને વણી લો.
* એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં વણેલી કચોરી તળી લો. ચટણી સાથે સર્વ કરો.