જ્યોતિષ - મહેશ રાવલ
મેષ : લાગણીઓ પર કાબૂ રાખજો. આર્થિકબાબતો ગૂંચવાય નહીં તે જોજો. વ્યાવસાયિક ક્ષેત્રે કોઈની મદદ મળી રહે. દાંપત્યજીવનમાં ગેરસમજો ઊભી થાય. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે આનંદ રહે. સ્વજનોથી મનદુઃખ રહે. તંદુરસ્તી સાચવવી. યાત્રા, પ્રવાસથી સાનુકૂળતા રહે.
વૃષભ : લાગણીઓથી આનંદ રહે. આર્થિક બાબતો સુધરતી જણાય. નોકરી, વ્યવસાય ક્ષેત્રે સુધારો. દાંપત્યજીવનની ચિંતાનો ઉકેલ મળે. પ્રેમ, રોમાન્સ, મિત્રથી આનંદ. કુટુંબીજનો સાથે સામાજિક પ્રસંગે સાનુકૂળતા. તંદુરસ્તી બગડે નહીં તે જોજો. પર્યટનમાં તકલીફ રહે.
મિથુન : લાગણી બાબતે વ્યથા રહે. આર્થિક બાબતો અંગે ચિંતા રહે. વ્યવસાય અંગે તકલીફ રહે. દાંપત્યજીવનમાં સંવાદિતા સાધી શકશો. પ્રેમ, રોમાન્સ અને મિત્ર અંગે ધાર્યું ન થાય. સ્વજનોથી સાનુકૂળતા રહે. નોકર ચાકરવર્ગ અંગે ધાર્યું ન થાય. તંદુરસ્તી ટકાવી રાખજો. યાત્રા, પ્રવાસ અંગે સાનુકૂળતા.
કર્ક : લાગણીઓ અંગે ધાર્યું ન થાય. આર્થિક કામકાજો અંગે સાનુકૂળતા.નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં પ્રતિકૂળતા રહે. દાંપત્યજીવનમાં મનદુઃખ હોય તો દૂર થાય. સંતાનના પ્રશ્નો અંગે ચિંતા રહે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે મહત્ત્વની તક મળે. કુટુંબીજનો સાથે મનદુઃખ રહે. તંદુરસ્તી જાળવવી. પ્રવાસમાં વિઘ્ન.
સિંહ : લાગણીઓને બહેકવા ન દેવી. આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળે. વ્યવસાય અંગે મહત્ત્વની તક મળે. દાંપત્યજીવનમાં આનંદ રહે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે ધાર્યું ન થાય. સ્વજનોથી આનંદ રહે. નોકર ચાકરવર્ગની પરેશાની દૂર થાય. તંદુરસ્તી અંગે ધાર્યું ન થાય. યાત્રા, પર્યટનમાં વિઘ્ન, વિલંબ.
કન્યા : લાગણીઓની વ્યથા દૂર થાય. આર્થિક કામકાજો ઉકેલાય. નોકરી, વ્યવસાયમાં પ્રગતિ ધીમી લાગે. દાંપત્યજીવનમાં સંવાદિતા રહે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે સાનુકૂળતા રહે. કુટુંબીજનોને સામાજિક પ્રસંગથી આનંદ. તંદુરસ્તી અંગે બેકાળજી ન રાખવી. પ્રવાસ, પર્યટનમાં વિઘ્ન જણાય.
તુલા : લાગણીઓથી આનંદ રહે. આર્થિક કામકાજો ઉકેલી શકો. નોકરી, વ્યવસાય અંગે સંઘર્ષ હોય તો દૂર થાય. દાંપત્યજીવનમાં તણાવ. પ્રેમ, રોમાન્સ મિત્ર અંગેની વેદના દૂર થાય. કુટુંબીજનો સામાજિક પ્રસંગે આનંદિત રહે. તંદુરસ્તી અંગે ધાર્યું ન થાય. પ્રવાસ, પર્યટનથી આનંદ.
વૃશ્ચિક : લાગણીઓ ઘવાતી લાગે. આર્થિક કામકાજો ગૂંચવાતાં રહે. વ્યવસાય અંગે પ્રગતિ જણાય. પતિદેવ, દાંપત્યજીવનમાં સુખદાયી પ્રસંગ. પ્રેમ, રોમાન્સ, મિત્રથી ચિંતા દૂર થાય. કુટુંબીજનો સાથે સામાજિક પ્રસંગથી કલહ જણાય. તંદુરસ્તી અંગે ધાર્યું ન થાય. પ્રવાસ, પર્યટનથી આનંદ.
ધન : લાગણીઓ રોમાંચિત બનતી લાગે. આર્થિક બાબતોની ચિંતા દૂર થાય. કાર્યક્ષેત્ર, વ્યવસાય અંગે કોઈની મદદ મળે. દાંપત્યજીવનથી આનંદ રહે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે ધાર્યું ન થાય. કૌટુંબિક સ્વજનોથી મતભેદ દૂર થાય. નોકર ચાકરવર્ગથી પરેશાની રહે. યાત્રા, પ્રવાસ અંગે ખર્ચ રહે.
મકરઃ લાગણીઓ પરનો ડંખ દૂર થાય. આર્થિક બાબતો સુધરતી જણાય. કાર્યક્ષેત્ર, વ્યવસાય અંગે પ્રગતિકારક. દાંપત્યજીવનમાં ધાર્યું ન થાય. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે હર્ષ વધે. કૌટુંબિક સ્વજનો અંગે સાનુકૂળતા. નોકર ચાકર અંગેની ચિંતા રહે. તંદુરસ્તી જાળવી લેજો. યાત્રા, પર્યટનમાં વિઘ્ન આવે.
કુંભ : લાગણીઓથી અસંતોષ રહે. આર્થિક કામકાજોમાં ચિંતા દૂર થાય. નોકરી વ્યવસાય અંગે નિરાશા દૂર થાય. દાંપત્યજીવનમાં રોમાંચ અનુભવાય. પ્રેમ, રોમાન્સ, મિત્રથી આનંદ. કુટુંબીજનો સાથે સામાજિક પ્રસંગથી મનમેળ રહે. તંદુરસ્તી સુધરશે. પ્રવાસ, પર્યટન અંગે સાનુકૂળ સમય.
મીન : લાગણીઓ પર કાબૂ રાખજો. આર્થિક બાબતો અંગે ગૂંચવણ દૂર થાય. કાર્યક્ષેત્ર, વ્યવસાય અંગે સાનુકૂળતા. રોમાન્સ, મિત્રથી આનંદ. કૌટુંબિક સ્વજનોથી આનંદ રહે. નોકર ચાકરવર્ગથી પરેશાની રહે. તંદુરસ્તી બગડે નહીં તે જોજો. યાત્રા, પ્રવાસમાં આંનદ મળે.