Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 07:30:55 PM IST
 

કુદરતી ઔષધથી ચહેરાની કાળાશ દૂર કરો

May 14, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 4395
Rate: 5.0
Rating:
Bookmark The Article

મેકઓવર - શહેનાઝ હુસેન

કાળઝાળ ગરમી, આકરો સૂર્યપ્રકાશ વગેરેની અસર સીધી જ ત્વચા પર પડતી હોય છે. ઉનાળામાં આકરા સૂર્યતાપને લીધે ત્વચા કાળી પડી જવાની સમસ્યા સામાન્ય છે. ગરમીની સીઝનમાં ઘણી વાર ત્વચાના અમુક ભાગમાં બ્લેક સર્કલ પણ થઈ જતા હોય છે. આ સમસ્યાનો ઉકેલ ઘરગથ્થુ ઉપચારથી સરળતાથી નિવારી શકાય તેમ છે. દહીં, માખણ, કાકડી, લીંબુનો રસ, ટામેટાં, હળદર, બદામ, કેસર વગેરે સામગ્રી ઔષધનું કામ પણ કરે છે. તો ત્વચાની કાળાશને દૂર કરતી થોડી ઘરગથ્થુ ટિપ્સ જાણીએ.

એન્ટી ટેન ટ્રીટમેન્ટ

* થોડું દહીં લો. તેમાં એક ચપટી હળદર અને લીંબુની છાલનો પાવડર ઉમેરો. સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી ચહેરા પર લગાવો અથવા જે ભાગમાં ત્વચા કાળી પડી ગઈ હોય ત્યાં લગાવો. ૨૦થી ૩૦ મિનિટ લગાવીને રાખ્યા બાદ ઠંડા પાણીથી ચહેરાને સાફ કરી લો. આ ઉપચાર નિયમિત કરવાથી ત્વચાની કાળાશની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

* જો તમારી સ્કિન ઓઇલી હોય તો દહીંમાં એક ચપટી હળદર, એક ચપટી બેશન, થોડો લીંબુનો રસ, આ બધી જ સામગ્રીને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. અડધો કલાક બાદ ચહેરાને ધોઈ નાખો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરવાથી ચહેરાની કાળાશ દૂર થાય છે.

* લીંબુના અને કાકડીના રસના એકસરખા ભાગ લઈને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો. પછી ૨૦ મિનિટ બાદ ધોઈ નાખો. આ પ્રયોગ દરરોજ કરવાથી પણ કાળી પડી ગયેલી ત્વચામાં ફાયદો થાય છે.

* કાકડીનો પલ્પ અને દહીંને સારી રીતે મિક્સ કરી દો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને ૨૦ મિનિટ બાદ ધોઈ નાખો. આ પેસ્ટ ઓઇલી સ્કિન માટે વધુ યોગ્ય છે. તેમજ કાકડી એસ્ટ્રીજન્ટનું કામ કરે છે.

* ટામેટાંનો પલ્પ, ટામેટાંના રસને સારી રીતે મિક્સ કરો અને પછી તેને ચહેરા પર લગાવો. ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખો. આવું કરવાથી કાળાશની સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

* દહીંમાં પાકું પપૈયું, કાકડીનો પલ્પ, લીંબુનો રસ ઉમેરો. બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર, ગરદન પર લગાવો અને ૩૦ મિનિટ બાદ ધોઈ નાખો. આ પ્રયોગ અઠવાડિયામાં બે વખત કરવાથી ચહેરા અને ગરદનની કાળાશ દૂર થાય છે. અહીં દહીંમાં ઓટમિલ ઉમેરીને તેનો ફેસપેક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

* જો તમારી ત્વચા તૈલીય હોય તો ગુલાબ જળમાં મુલતાની માટી અને લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા બાદ ચહેરો ધોઈ નાખો.

* દહીંમાં પીસેલી બદામ ઉમેરો અને આ પેસ્ટને ચહેરા પર ૨૦ મિનિટ માટે લગાવો. ત્યાર બાદ પેસ્ટને ચહેરા પર રગડો અને ચહેરો ધોઈ નાખો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com