Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 11:15:30 PM IST
 

ટેકનોલોજીના વિદ્યાર્થીને ૮ લાખના પેકેજની ઓફર

May 15, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 657
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૧૪

એમ. એસ. યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીના ૩પ૦ વિદ્યાર્થીઓને ઈન કેમ્પસ ઈન્ટરવ્યુમાં જોબ ઓફર થઈ છે. જેમાં કેમિકલ એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ આઠ લાખના પેકેજની ઓફર થઈ છે. ટેકોના આ કેમ્પસ ઈન્ટરવ્યુમાં ૧૦૦ કંપનીઓએ ભાગ લીધો હતો. ફેકલ્ટીના સિવિલ એન્જિનિયરિંગના સૌથી વધુ ૮૮ વિદ્યાર્થીઓને જોબ ઓફર થઈ છે.

  • ૪૫૦માંથી ૩૫૦ વિદ્યાર્થીઓનું વિવિધ કંપનીમાં પ્લેસમેન્ટ

ટેકો ફેકલ્ટીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને સરળતાથી જોબ મળી રહે તે માટે ફેકલ્ટીમાં ખાસ પ્લેસમેન્ટ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. આ સેલ દ્વારા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કરી તેમની માટે કેમ્પસ ઇન્ટરવ્યું યોજવામાં આવે છે. વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન પ્લેસમેન્ટ સેલમાં ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. ફેકલ્ટીમાં યોજાયેલા કેમ્પસ ઈન્ટરવ્યુંમાં ૧૦૦ જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. આ કંપનીઓએ ૩૫૦ વિદ્યાર્થીઓને જોબ માટે પસંદ કર્યા હતા.

કેમ્પસ ઇન્ટરવ્યુંમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ સિવિલ વિભાગના ૮૮ પસંદગી પામ્યા છે. તે ઉપરાંત મિકેનિકલના ૬૫, કોમ્પ્યુટરના ૪૧, ઇલેક્ટ્રીકલના ૩૪, ઇલેકટ્રોનિક્સના ૨૭, મેટર્લજીના ૨૩ અને કેમિકલ વિભાગના ૧૦ વિદ્યાર્થીઓને જોબ ઓફર થઈ છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે પગાર વાર્ષિક રૂ. ૮ લાખ કેમિકલ વિભાગના વિદ્યાર્થીને ઓફર કરવામાં આવ્યો છે. જ્યારે મિકેનિકલના વિદ્યાર્થીઓને રૂ. ૩.૫૦થી રૂ. ૪ લાખ, કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓને રૂ. ૩.૨૫થી રૂ. ૩.૫૦ લાખ, સિવિલ, ઇલેકટ્રીકલ અને ઇલેકટ્રોનિક્સ વિભાગના વિદ્યાર્થીઓને રૂ. ૩.૫૦થી રૂ. ૪ લાખ વાર્ષિક પગાર ઓફર કરવામાં આવ્યો છે.

તમામ કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓની ક્ષમતા જાણવા માટે ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા હતા. જેના અંતે ૩૫૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે પણ પ્લેસમેન્ટ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૫૦ની આસપાસ જ હતી.

રિયલ એસ્ટેટ બુમના પગલે સિવિલની માંગ વધી

વડોદરાઃ હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બુમના પગલે ટેકનોલોજી ફેકલ્ટીના સિવિલ વિભાગના વિદ્યાર્થીઓની પસંદગીમાં સૌથી આગળ રહયા છે. તેમજ ફેકલ્ટીના પ્લેસમેન્ટ ઓફિસર ડો. એસ. એન. સોમને જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સિવિલમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સૌથી વધારે ૧૨૦ હોય છે. જે બાકીના વિભાગો કરતા વધારે છે. તેમજ વર્ષ ૨૦૧૧-૧૨માં સિવિલના વિદ્યાર્થીઓની પસંદગી કરનાર કંપનીઓમાં મોટા ભાગની કંપનીઓ રિયલ એસ્ટેટ બિઝનસ સાથે સંકળાયેલી હતી. જ્યારે કેટલીક કંપની ઇ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓને પસંદ કર્યા હતા. ઉલ્લેનીય છે કે, ગતવર્ષે પ્લેસમેન્ટની મેળવનાર સૌથી વધારે વિદ્યાર્થીઓ મિકેનિકલ વિભાગના હતા. જ્યારે હાલની રિયલ એસ્ટેટ બુમના પગલે સૌથી વધારે પ્લેસમેન્ટ સિવિલ વિભાગનું થયું છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com