Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 11:16:31 PM IST
 

પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો થયો પ્રારંભ, સખ્ત ઉકળાટ અને બફારો

May 15, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 390
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ, તા.૧૪

સૌરાષ્ટ્રમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે. પવનની દિશા ઉત્તર-ઉત્તર અને ઉત્તર-પશ્ચિમથી બદલાઈને દક્ષિણ-પશ્ચિમની થવાના કારણે ભેજનું પ્રમાણ વધી જતાં સખ્ત ઉકળાટ અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યાં છે. રાજ્યમાં આજે સૌથી વધુ ગરમી રાજકોટમાં ૪૦.૪ ડિગ્રી નોંધાઈ હતી. આગામી બે દિવસમાં પવનની દિશા ન બદલે તો હીટવેવની અને બદલે તો કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

  • પવનની દિશા ન બદલે તો હીટવેવ અન્યથા કમોસમી વરસાદની આગાહી

બળબળતી બપોર, રણ જેવી ફૂંકાતી લૂ, આકરો તાપ જેવા વિશેષણો પણ ટૂંકા પડે તેવી ગરમીના દિવસો આ વખતે ઓછા અનુભવાયા છે. ગ્રીષ્મ ઋતુમાં તીવ્ર ગરમી અને તાપના બદલે તાપમાન મોટાભાગે ૪૦ થી ૪૧ વચ્ચે રહ્યું છે.

હવામાન ખાતાના સૂત્રો જણાવે છે કે આ વખતે લા-નિનો એક્ટીવ છે. યુરોપમાં ખૂબ મોટી માત્રામાં બરફ વર્ષા થઈ હતી. પવન મોટાભાગે આ વિસ્તારમાંથી ફૂંકાતા હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માટે પણ આ પવન જ જવાબદાર હોય છે.

હાલમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમની બનતા ભેજનું પ્રમાણ વધી ગયું છે. તેના કારણે ઉકળાટ વધી ગયો છે. હવામાન ખાતાના મતે ૧૫ મેથી ૧૫ જુન સુધી પ્રિ-મોન્સુન એક્ટિવિટી ચાલે છે. જ્યાં સુધી ચોમાસું બેસી નહિં જાય ત્યાં સુધી ઉકળાટ રહેશે તેમ હવામાન ખાતાના સૂત્રો જણાવે છે.

સૂત્રો કહે છે કે એકાદ-બે દિવસમાં બે સ્થિતિ ઉદ્દભવવાની શકયતા છે. એક જો પવનની દિશા બદલે તો હીટ વેવ આવશે. બીજી સી.બી. ફોર્મેશનના કારણે કયાંક વરસાદ વરસી જશે.

રાજકોટમાં આજનું મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી નોંધાયું હતું. લઘુતમ ૨૩.૯ રહ્યું હતું. ભેજનું પ્રમાણ સવારે ૮૧ ટકા જેટલું ઉચું અને સાંજના સમયે પણ ૩૫ ટકા રહ્યું હતું. પવનની ઝડપ ૧૦ કિલોમીટર પ્રતિકલાક રહી હતી.

રાજકોટ સિવાય સુરેન્દ્રનગર, અમદાવાદ અને અમરેલીમાં પણ ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com