Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 11:21:29 AM IST
 

આવી આંખો વાળા પુરુષો હોય છે ધૂતારા

May 15, 2012 Offbeat
 
Tags:   World Survey Bedroom eye Men Report Sexy eye Women Hollywood Cheater Antonio banderas Eyes comment     E-Mail     Print    
 
Viewed: 6424
Rate: 5.0
Rating:
Bookmark The Article

લંડન, તા. 15

હોલિવૂડ સ્ટાર જોર્ડ કલૂની અને એન્ટોનિયો બંદેરાસ પોતાની કામોત્તેજક આંખો (બેડરૂમ આઈ) માટે સમગ્ર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે પરંતું એક નવા અભ્યાસથી જાણવા મળે છે કે, મહિલાઓની નજરમાં આવી આંખો ધરાવતા મરદો રોમાન્ટિક હોવાના બદલે ધૂતારા અથવા કપટી હોય છે.

બ્રિટનના એક જાણીતા સમાચારના અહેવાલ પ્રમાણે મિશિગન યુનિવર્સિટીના શોધકર્તાઓના એક જૂથને અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે, આની વિપરીત મરદ મહિલાઓ પર સામાન્ય રીતે ખુલી આંખોથી જુએ તો વધુ ઈમાનદાર અને સારા સહયોગી માનવામાં આવે છે. આ શોધ લાઈવ સાયન્સમાં પ્રકાશિત થઈ છે. આ શોધમાં 400 સ્ત્રી અને પુરુષોએ ભાગ લીધો હતો.

રિપોર્ટ પ્રમાણે વૈજ્ઞાનિકોએ 20થી 22 વર્ષના પુરુષોની અડધી આંખો ખૂલેલી અને અડઘી બંધ હોય તેવા ફોટો બે મહિલા જૂથે બતાવ્યા હતાં. બાદમાં તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ કેટલા આકર્ષિત છે અને તેઓ તેમની સાથે લાંબા ગાળાનો સંબંધ ઈચ્છશે. વધુમાં આ અભ્યાસમાં મહિલાઓને એવું પણ પૂછવામાં આવ્યું કે બંને પ્રકારનાં લોકોમાંથી તેઓ કોના બાળકની માતા બનાવાનું પસંદ કરશો, અને કેવી આંખો ધરાવતા પુરુષ પર વિશ્વાસ કરશો. તેમજ પોતાની નાની બહેનને લાંબી યાત્રા પર કેવા પુરુષ સાથે મોકલશો.

પરિણામ સામે એવું આવ્યું કે ખુલ્લી રીતે જોનાર વ્યકિત વધુ પસંદ આવ્યા. આમાં 71 ટકા મહિલાઓ એવું ઈચ્છતી હતી કે ખુલ્લી આંખો વાળા પુરુષ સાથે લગ્ન કરવા તેમજ તેની સાથે સંબંધ રાખવો ગમશે. આ મહિલાઓનાં જૂથમાં મોટા ભાગની મહિલાઓ તેમની સાથે રહેવું પસંદ હતું. આની સાથે પુરુષોનો પણ આવો જ જવાબ હતો કે નજર બચાવનાર પુરુષને તે પોતાનો પડોશી નહીં બનાવા માગે અને તેની સાથે કામ કરવાનું પસંદ નહીં કરે.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com