નવી દિલ્હી, તા. 15
કોઈ પણ વ્યકિત માટે તેના પરિવારનું મહત્વ ખૂબ હોય છે. પરિવારની સાથે તેને માત્ર ભાવનાત્મક જ નહીં પણ નૈતિક કે સામાજિક દ્રષ્ટિથી જોવા જઈએ તો પરિવારજનો વ્યકિતને સારા નરસાની ખબર પાડે છે. પરિવારના આ મહત્વને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રમહાસભાએ વર્ષ 1993માં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો કે દર વર્ષે 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસના રૂપમાં મનાવવામાં આવે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ પરિવારોને સાથે જોડાયેલ મુદ્દાઓ પ્રત્યે જાગૃત કરવા અને પરિવારનોને પ્રભાવિત કરનાર આર્થિક, સામાજિક દ્રષ્ટિકોણ પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવાનો મહત્વપૂર્ણ અવસર પ્રદાન કરે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્ધારા દર વર્ષે પરિવારોનો સંબંધ રાખનાર એક ખાસ વિષયની પસંદગી કરે છે, જે પરિવારને એકસાથે રાખવા માટે જરૂરી છે. પરિવારનાં લોકોની વૈયક્તિક જરૂરોનો સીધો સંબંધ રાખે છે. ગત વર્ષે 2011માં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ માટે સામાજિક પારિવારિક ગરીબી અને સામાજિક બહિષ્કારનો સામના જેવા વિષયો પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે પરિવરા અને કામની વચ્ચે સમતોલનને નક્કી કરવા જેવા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને મનવવામાં આવશે.
વ્યકિતના જીવનને સ્થિર બનાવી રાખવા તેનું કુટુંબ ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. પરંતુ વર્તમાન પરિદ્રશ્યમાં નજર નાંખો તે એવું જોવામાં આવે છે કે, પોતાના કામને પ્રાથમિકતા સમજનાર લોકો પરિવારના મહત્વને સંપૂર્ણ રીતે અવગણે છે. એકબીજાથી આગળ જવાની હોડમાં એવા લોકો ન તો પોતાના માતા-પિતાને સમય આપી શકે છે ન તો વૈવાહિક જીવન પ્રત્યે પોતાની જવાબદારીનું પાલન કરી શકવામાં સક્ષમ બને છે.
Family day આજે સંયુક્ત પરિવારોની સંખ્યા નામ માત્રની રહી છે.આ માટે ગમે તે વ્યકિત પર નજર દોડાવશો તો આર્થિક રૂપે ભારે પડે છે. તેને માનસિક રીતે મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે.છતાં અતિવ્યસ્ત જીવનશૈલીને લીધે તે પોતાના નાના કુટુંબ માટે સમય નથી કાઢી શકતો.આ માટે આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘ એજ પ્રયત્ન કરી રહ્યું છે કે, તે કામ કરનાર લોકોને આર્થિક અને ભાવનાત્મક રીતે કુટુંબની સાથે સમાજની સામાજિક મજબૂતાઈમાં પોતાની ભાગીદારી માટે પ્રેરિત કરે.