Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 06:19:51 PM IST
 

સ્નાન કરતાં કરતાં સેક્સ માણી શકાય?

May 15, 2012 Supplements > Ardha Saptahik
 
comment     E-Mail     Print    
 
Viewed: 18932
Rate: 3.5
Rating:
Bookmark The Article

કાનમાં કહું

મારાં લગ્ન હમણાં જ થયાં છે. અત્યારે અમે એક વખત સેક્સ માણીયે છીએ, પણ વારંવાર સેક્સની ઇચ્છા થાય છે. તો કેટલા સમય બાદ બીજી વખત સમાગમ થઈ શકે?

એ માટે કોઈ ચોક્કસ નિયમ નથી. બંને પાર્ટનરનો મૂડ, ઇન્દ્રિયમાં ઉત્થાન સહિતનાં અનેક પરિબળોના આધારે બે સમાગમ વચ્ચેનો સમયગાળો નક્કી થતો હોય છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એક વખત સમાગમ પૂરો થાય એટલે ઇન્દ્રિયમાં શિથિલતા આવી જતી હોય છે. તેમાં ફરીથી ઉત્થાન આવતા થોડો સમય લાગતો હોય છે. આ થોડો સમય વ્યક્તિએ વ્યક્તિએ, ઉંમરે - ઉંમરે અને સંજોગે - સંજોગે બદલાતો હોય છે. આ સમય મિનિટોથી માંડીને કલાકો સુધીનો હોઈ શકે છે. યુવા અવસ્થામાં આ ગાળો ટૂંકો હોય છે. વૃદ્ધાવસ્થામાં આ ગાળો લાંબો હોય છે. તમે પોતે 'ટ્રાયલ એન્ડ એરર' દ્વારા તમારા પોતાના કિસ્સામાં નક્કી કરી શકો. અલબત્ત, તમે થોડી રાહ જોઈ સમાગમ માટે પ્રયાસ કરો તો આપોઆપ ખબર પડી જશે કે કેટલો સમય જવા દેવો તમને માફક આવે એમ છે. પણ તમે વારંવાર સમાગમ કરશો એટલે મજા વધતી જશે એવું માનતા હો તો એ ગેરસમજ છે. સમાગમ કેટલી વખત થયો એ નહીં પણ તેની ગુણવત્તા કેવી હતી એ મહત્ત્વનું છે.

શું સ્નાન કરતાં કરતાં સેક્સ માણી શકાય?

હા. સેક્સમાં નવિનતા લાવવા કેટલાક આવા પ્રયોગો કરતા હોય છે. એમાં કોઈ નુકસાન નથી.

હું મારા બોયફ્રેન્ડ સાથે ફરવા જાઉં છું. ગયા અઠવાડિયે અમે એકાંતમાં હતાં ત્યારે તેણે પહેલી વખત મને ચુંબન કર્યું. ઉપરાંત અમે એકબીજાંના ગુપ્તાંગને પણ સ્પર્શ કર્યો હતો. હવે મને ડર લાગે છે કે ક્યાંક હું પ્રેગ્નન્ટ તો નહીં થઈ જાઉંને?   

ના, ચુંબન કે ગુપ્તાંગોના સ્પર્શથી ગર્ભવતી નથી થવાતું. ઉલટાનું આવી ક્રિયાઓ તો ફોર પ્લેમાં ઉપયોગી સાબિત થતી હોય છે. પુરુષનું વીર્ય સ્ત્રીની યોનિમાં જાય તો જ પ્રેગ્નન્ટ થવાય. જો તમે લખો છો એટલું જ બન્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

સંબંધ દરમિયાન ક્યારેક પત્ની નખ મારી દે છે તો ક્યારેક હળવું બટકું ભરી લે છે. તેને કેમ અટકાવવી?

તેને અટકાવવાની જરૂર જ નથી. આઈ મિન આવું બધું થવું એ સેક્સનો ભાગ છે. આ પ્રવૃત્તિઓ હકીકતમાં રોમેન્ટિક હોય છે. જ્યાં સુધી આવા નખરાંઓથી ગંભીર ઈજા ન થાય ત્યાં સુધી તેને અટકાવવાની કોઈ જરૂર નથી.

વીર્ય પીવાથી પૌરુષ વધે છે? આવો પ્રયોગ મારા કેટલાક મિત્રો કરે છે.

ના. સેક્સ વિશે અનેક ગેરમાન્યતાઓ છે અને કદાચ તેમાં સૌથી વધુ ખોટી માન્યતાઓ સેક્સ વિશે ફેલાયેલી છે. વીર્ય શરીરમાં બનતું અને બહાર નીકળતું રહેતું એક સામાન્ય પ્રવાહી છે. એ પીવાનો કોઈ જ ફાયદો મેડિકલ સાયન્સમાં નોંધાયો નથી. તમારા મિત્રો એવું કરતા હોય તો એ મૂર્ખામી છે. તમે એવી મૂર્ખામી કરતા નહીં.

અમારાં હમણાં જ લગ્ન થયાં છે. શું સ્ત્રીનાં સ્તનોને ચુંબન કરવાથી સ્તનનું કેન્સર થાય?

ના, સ્તન તો શું શરીરના કોઈ પણ ભાગને સ્પર્શવાથી કે ચુંબન કરવાથી કેન્સર થતું નથી. સ્તન એ પણ શરીરનાં બીજાં અંગો જેવું અંગ જ છે માટે ડોન્ટ વરી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com