મુંબઈ : ૧૫ મે ૨૦૧૨
રિડલી સ્કોટની બહુર્ચિચત 'ધ કાઉન્સેલર'માં છેવટે કેમરૂન ડિયાઝ મુખ્ય ભૂમિકામાં ચમકવાની છે. આ ફિલ્મ અગાઉ એન્જેલિના જોલીને ઓફર કરાઇ હતી.
આ ડ્રગ થ્રીલર ફિલ્મમાં એક ગીત ગાવાની જોલીની ઇચ્છા હતી. પરંતુ આ ફિલ્મમાં માઇકલ ફેસબેન્ડર, જેવિયર બાર્ડેમ અને જોલીના ફિયાન્સ બ્રેડ પિટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. જોકે, ફિલ્મના પ્રોજેક્ટમાં કોઇ મુશ્કેલીઓ આવતા આયોજનમાં થોડો બદલાવ લાવવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર, આ ફિલ્મ માટે કેમરૂન ડિયાઝ સાથેની ડીલ પૂર્ણ થવાના આરે છે. આ ફિલ્મમાં અન્ય એક ભૂમિકા માટે પેનેલોપ ક્રૂઝનો પણ સંપર્ક કરવા આવ્યો હતો. પેનેલોપે ફિલ્મમાં પોતાના રિયલ લાઇફ હસબન્ડ જેવિયર બાર્ડેમ સાથે જ કામ કરવાનું હતું.