Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 09:59:01 PM IST
 

કેટરિના વિશે હું કંઈ બોલ્યો નથી કરણ

May 15, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 421
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ : ૧૫ મે ૨૦૧૨

કેટરિનાએ એક મેગેઝીનના કવરપેજ પર આપેલા પોઝની મજાક ઉડાવી હોવાના અહેવાલોને રદિયો આપતા ફિલ્મમેકર કરણ જોહરે જણાવ્યું હતું કે, "કેટરિના અત્યંત પ્રતિભાશાળી અને મહેનતુ અભિનેત્રી છે."

કરણ જોહરે ટ્વિટ કર્યું હતું કે, "આ એક સાવ ખોટો અહેવાલ છે. હું કેટરિના વિશે ક્યારેય કશું બોલ્યો જ નથી! મારી પર લગાવેલા આક્ષેપો પાયાવિહોણા અને વાહિયાત છે."

તાજેતરમાં જ એવા અહેવાલો વહેતા થયા હતા કે, કરણ જોહરે એક પાર્ટીમાં જાહેરમાં જ કેટરિનાની 'પોઝિંગ સ્કિલ' વિશે અયોગ્ય કોમેન્ટ કરી હતી. મેગેઝીનના કવરપેજ પર ભાવહીન ચહેરાને લઇને પણ કરણે કેટની મજાક ઉડાવી હતી. એટલું જ નહીં, કરણે કેટરિનાની પોઝ આપવાની સ્ટાઇલની મિમિક્રી કરીને પણ લોકોનું મનોરંજન કર્યું હતું.

જોકે આ પ્રકારના અહેવાલોને લઇને કરણ જોહર અત્યંત પરેશાન છે, અને જે કંઇ થયું તેને 'હાસ્યાસ્પદ' ગણાવી રહ્યો છે. કરણે ટ્વિટ કર્યું હતું કે, "કેટ મારી મિત્ર છે અને તે ઘણી જ ટેલેન્ટેડ અને મહેનતુ મેગા સ્ટાર છે. આ બધા અહેવાલો ઘણાં પાયાવિહોણાં છે."

હાલમાં જ કરણે પ્રિયંકાને સ્ટાર પત્નીઓ વિશે નિવેદનબાજી કરવા બદલ ટ્વિટર પર આડે હાથ લીધી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com