Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 06:50:00 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

મામ. કચેરીએ જીસ્વાન ખોટકાતાં પ્રજાના કામો ઠપ

May 17, 2012 Ahmedabad > Kheda-Anand
 
comment     E-Mail     Print    
 
Viewed: 465
Rate: 0
Rating:
Bookmark The Article

બાલાસિનોર તા.૧૬

ગુજરાત સરકાર ધ્વારા પ્રજાજનોને જરૂરી દસ્તાવેજી દાખલાઓ સરકારી કચેરી ધ્વારા ઓનલાઈન મળી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરેલી છે આ વ્યવસ્થા સરકારની જીસ્વાન નામે સરકારી કચેરીમાં કાર્યરત છે બાલાસિનોર મામલતદાર કચેરીએ પણ આ સેવાઓ કાર્યરત છે પરંતુ આજ રોજ જીસ્વાન કોઈ કારણોસર બંધ રહેતા તાલુકાના પ્રજાજનોને સોગંદનામા, જાતિના પ્રમાણપત્રો, આવકના દાખલાઓ મેળવવા માટે સવારથીજ લાઈનોમાં ઉભા રહયા હતા પરંતુ તેમના આ જરૂરી દસ્તાવેજોના કામકાજ માટે ધરમધકકાજ ખાવા પડયા તેવો હાલ બન્યો હતો.

  • દાખલાઓ મેળવવા મોટી લાઈનો લાગી

પ્રાપ્તમાહીતી અનુસાર ગુજરાત સરકાર ધ્વારા પ્રજાજનો માટે તથા કચેરીઓનો વહીવટ સરળ તથા ઝડપી બને તે માટે જીસ્વાન નામની આનલાઈન વેબસાઈટ કાર્યરત કરવામાં આવી છે આ વેબસાઈટ ધ્વારા પ્રજાજનોને જરૂરી દસ્તાવેજો જેવાકે ૭/૧રના ઉતારા, સોગંદનામા, જાતિના પ્રમાણપત્રો, તથા આવકના દાખલાઓ ઓનલાઈન ઝડપી મળી શકે તે માટેની આ વેબસાઈટ કાર્યરત કરવામાં આવી છે બાલાસિનોર મામલતદાર કચેરીએ પણ મામ. કચેરીએ આ જીસ્વાન સેવાઓ ચાલુ કરવામાં આવી છે પરંતુ તા.પ/પ/ર૦૧રના રોજ નવી મામલતદાર કચેરીનું ઉદધાટન કરવામાં આવ્યુ છે પરંતુ આ નવી કચેરીએ જીસ્વાન સેવા કાર્યરત ન હોવાને કારણે જુની અને જોખમી મામલતદાર કચેરીએ આ સેવાઓ માટે તાલુકાના પ્રજાજનો પોતાના જરૂરી કામ માટે આ કચેરીએ આવતા હોય છે ધોરણ ૧રના પરીણામો જાહેર થતાં વધુ આગળ અભ્યાસ અર્થે વિધાર્થિઓને જરૂરી જાતિ પ્રમાણપત્રો, સોગંદનામાઓ, તથા આવકના દાખલાઓની જરૂર હોય અને નિયત સમયમાં જરૂર હોઈ તે માટે આજ સવારથીજ મામલતદાર કચેરીએ મસમોટી લાઈનમાં ઉભા રહયા હતા પરંતુ આ દાખલાઓ માટે આ કચેરીની ઓનલાઈન જીસ્વાન સેવા ખોટકાતા તેઓને તેમના નિયત સમયમાં આ જરૂરી દસ્તાવેજ મેળવવા તકલીફ ઉભી થઈ હોય તેમ લાગી રહયુ છે આ ઓનલાઈન વેબસાઈટના કામ કાજ માટે એન્જીનીયરો પણ નીમેલા છે પરંતુ સમયસર આ એન્જીનીયરોની આ વેબસાઈટ ખોટકાતા તેને ચાલુ કરવા માટે સમયસર તેમની બેદરકારીની આમ પ્રજાજનોમાં પણ ફરીયાદો ઉઠી છે આમ છેલ્લા અઠવાડીયાથી અરજદારો, વિધાર્થિઓ તથા દસ્તાવેજો કરનારાઓને ધરમ ધકકા ખાવા પડે છે મામલતદાર કચેરીએ આ સેવાઓ જલ્દી કાર્યરત થાય અને પ્રજાજનોના કામને વેગ મળે તે જરૂરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com