Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:24:34 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

અકસ્માતના જુદાજુદા બનાવોમાં ૬ના મોત

May 17, 2012 Ahmedabad > Kheda-Anand
 
comment     E-Mail     Print    
 
Viewed: 721
Rate: 0
Rating:
Bookmark The Article

આણંદ, તા.૧૬

આણંદ જિલ્લામાં વાહન અકસ્માતના જુદાજુદા ત્રણ બનાવોમાં ૬ વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના બનાવો જુદાજુદા પોલીસ મથકે નોંધાયા છે.જેમાં આજે સવારે સાડા દસ વાગ્યાના સુમારે નેશનલ હાઇવે નંબર ૮ પર વાસદ જીઈબી પાસે વેગનઆર અને કપચી ભરેલું ડમ્પર સામ સામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં છ જણ પૈકી ચારનો મોત નિપજ્યા હતા જ્યારે વલ્લભવિદ્યાનગર અને તારાપુરમાં સર્જાયેલા જુદાજુદા બે અકસ્માતોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.આમ આજનો દિવસ ગોઝારો બની રહ્યો હતો અને માર્ગ અકસ્માતના જુદાજુદા ત્રણ બનાવોએ છ વ્યક્તિના ભોગ લેવાયા હતા.

  • વિદ્યાનગરમાં ટ્રકે મોટરસાયકલ ચાલકને કચડી નાખ્યો : કસ્બારા પાસે ટ્રેલરની પાછળ છોટા હાથી ટેમ્પો અથડાતા ચાલકનું મોત
  • વાસદ પાસે ડમ્પર અને વેગન આર વચ્ચે અકસ્માતમાં ૪ના મોત : ૧ ઘાયલ

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વડોદરા તરફથી કપચી ભરીને આવતા એક ડમ્પર નંબર જી.જે ૭ યુ.યુ.૨૪૮૨ આણંદ તરફ જઈ રહ્યું હતું ત્યારે વાસદ નજીક જીઈબી પાસે આણંદ તરફથી આવી રહેલી વેગન આર નંબર જી.જે.૬ ઈ.એચ.૩૩૦ સાડા વાગ્યાના સુમારે પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ડમ્પર ચાલકે તેના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં સામે આવતી વેગનઆરને હડફેટમાં લઈ ટક્કર મારી દેતાં સર્જાયેલા અકસ્માતમાં અકસ્માતના કારનો લોચો વળી ગયો હતો અને કારમાં બેઠેલા ચંદ્રકાંતભાઇ રાજેન્દ્રભાઈ પરમાર ઉ.વ.૨૪ રહે.અનગઢ,ગાડીયાપુરા,ગુણવંતભાઈ કેસરીસિંહ ગોહેલ ઉ.વ.૩૫ રહે.દેસર તા.બાપુનગર વડોદરા,કિરણસિંહ બચુભા રાઠોડ ઉ.વ.૩૨ રહે.અનગઢ વાડીયાસીમને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા જનકસિંહ સુરેશભાઈ રાજ ઉ.વ.૩૦ રહે.નંદેસરી અને ગણપતભાઈ વિઠ્ઠલભાઈ જાદવ ઉ.વ.૩૫ રહે.લાલપુરા તા.બોરસદને તાત્કાલીક સારવાર માટે ૧૦૮ વાનની મારફતે વડોદરા હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા જનકસિંહ સુરેશભાઈ રાજનું મોત નિપજ્યું હતું જેથી મૃત્યુઆંક ચાર થયો હતો જ્યારે વેગન આરને હડફેટમાં લીધા બાદ કપચી ભરેલું ટેન્કર રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.જેથી કપચી ભરેલી ટ્રક નીચે મજુરો દબાઈ ગયાની હોવાની આશંકા સાથે આજુબાજુથી દોડી આવેલા લોકો તેમજ પોલીસે ક્રેઇન બોલાવી હતી અને કપચીનો ઢગલો ખસેડયો હતો પરંતુ કપચીના ઢગ નીચેથી કોઈ મજુર મળી આવ્યું ન હતું.આ ઘટનાને લઈને આજુબાજુના લોકો તેમજ અનગઢથી મરનાર મિત્રો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવતાં લોકોએ રોક્કડ મચાવી હતી.ઘટનાસ્થળે દોડી ગયેલ પોલીસે આ બનાવ અંગે દિપકભાઈ રાજેન્દ્રસિંહ રાજ પરમાર રહે.નંદેસરી બાપુનગરની ફરીયાદના આધારે ડમ્પરચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં વલ્લભવિદ્યાનગર ખાતે વૈભવ સોસાયટીમાં રહેતો રવિજ્યોત સુરેશભાઈ પટેલ ઉ.વ.૨૪ આજે સવારે સવા આઠ વાગ્યાના સુમારે પોતાની મોટરસાયકલ નંબર જી.જે.૨૩ એ.જી.૯૧૭૭ લઈને વલ્લભવિદ્યાનગર મનિષ કોર્નર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતી ટ્રક નંબર એમ.પી.૦૯ એસ.ટી.૩૪૯૩ના ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતાં રવિજ્યોત ઉછળીને રોડ પર પટકાયો હતો જેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે અમિતભાઈ વિનોદચંદ્ર પટેલે વિદ્યાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત ત્રીજા બનાવમાં વડોદરા જિલ્લાના કપુરાઈ ગામે નવી નગરીમાં રહેતો સમતુશા બચુશા દિવાન ગતરોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે પોતાનું છોટા હાથી ટેમ્પો નંબર જી.જે.૬ વાય.વાય.૭૭૪૩ લઈને તારાપુર વટામણ હાઈવે પર કસ્બારા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી લકઝરી બસની હેડલાઈટથી અંજાઈ જતા તેણે ટેમ્પાના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા છોટા હાથી ટેમ્પો રોડની સાઈડમાં ઉભેલા ટ્રેલર નંબર જી.જે.૦૫ એ.વી.૭૬૦૩ની પાછળ ધડાકાભેર અથડાતા છોટા હાથી ટેમ્પોનો લોચો વળી જતા ચાલક સમતુશા દિવાનને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બાજુમાં બેઠેલા સાહિદભાઈ છોટુશા દિવાનને ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં તારાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સાહિદભાઈ દિવાનની ફરીયાદના આધારે છોટા હાથી ટેમ્પાના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ માર્ગ અકસ્માતમાં ફોટોગ્રાફર સહિત બેનાં મોત

કપડવંજ તાલુકાના મહમંદપુરા ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બેનું મોત નિપજ્યું છે.જયારે ત્રણને ઈજાઓ થઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ-નડીયાદ રોડ ઉપર મહંમદપુરા ગામ નજીક સાબરકાંઠા જીલ્લાના બાયડ તાલુકાના છભૌ ગામનો મહેન્દ્ર જવાનસિંહ પરમાર (આ.ઉ.વ.૩૧) તથા કપડવંજ તાલુકાના ગૌચરના મુવાડા ગામનો સુરેશ અભાભાઈ ઝાલા (આ.ઉ.વ.ર૭) ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય વીડીઓ શુટીંગમાં બાઈક નં.જીજે ૯ વાય ૭૭૭૧ ઉપર જઈ રહ્યા હતા.તે દરમ્યાન સામેથી આવતી દોરા ભરેલી ટ્રક નં.જી જે ૯ સીએ ૪૦૯૬ સાથે અથડાતા બન્નેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જયારે ટ્રક ચાલક નજીકની ગટરમાં ઉંધી વળી જતા ટ્રકમાં ભરેલા દોરાના કાર્ટુન વેર વિખેર થઈ ગયા હતા.આ ગમખ્વાર ઘટના બનતા મહંમદપુરા ગામ પાસેના લોકો તથા અકસ્માત સ્થળેથી પસાર થતા ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અને કપડવંજના પૂર્વ્ ધારાસભ્ય બિમલ શાહે અકસ્માતની ગંભીરતા સમજી તાત્કાલિક ઈમરજન્સી ૧૦૮ વાન, ફાયર બ્રિગેડ તથા કપડવંજ ટાઉન પોલીસને જાણ કરતા ગણતરીના સમયમાં ઘટના સ્થળે આવી ગયા હતા.પોલીસે થોડા સમયમાં જ મૃતકોને અત્રેની જે.બી.હોસ્પિટલમાં પી.એમ.માટે તથા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલી આપ્યા હતા.આ લખાય છે ત્યાં સુધી પોલીસ કાર્યવાહી ચાલુ છે.

કપડવંજ ફાયર બ્રિગેડ જીવ બચાવ્યા કપડવંજ થી આશરે ત્રણેક કિ.મી.દુર મહંમદપુરા પાસે ટ્રક અને બાઈકના અકસ્માતમાં ટ્રક નજીકની ગટરમાં પડી જતા ટ્રક ચાલક,કંડક્ટર તથા મુસાફરને કપડવંજ ફાયર બ્રિગેડના ફાયર સુપ્ર.બુધાભાઈ પટેલ તથા તેમની ટીમે રેસ્ક્યુ ઓપરેશન દ્વારા હાઈડ્રોલીક કટર વડે ટ્રકનું પતરું તથા ઝાડ કાપી ફસાઈ ગયેલા ઈજાગ્રસ્તોને બચાવ્યા હતા.

અકસ્માતમાં બેના મોત ત્રણ ઈજાગ્રસ્તમહંમદપુરા પાસેના માર્ગ અકસ્માતમાં, બે મૃતકો પૈકી (૧)સુરેશ અભાભાઈ ઝાલા (આ.ઉ.વ.ર૭) રહે ગૌચરના મુવાડા તા.કપડવંજ (ર)મહેન્દ્ર જવાનસિંહ પરમાર (આ.ઉ.વ.૩૧) રહે.છભૌ તા.બાયડ જી.સાબરકાંઠા જયારે ઈજાગ્રસ્તોમાં (૧)સાજીદ સબ્બીરભાઈ ઘાંચી(આ.ઉ.વ.ર૪) ટ્રકનો કંડક્ટર રહે.લુણાવાડા (ર)પ્રવિણ ડાહ્યાભાઈ પરમાર (આ.ઉ.વ.૪૦) મુસાફર રહે.શાહપુર,તા.કઠલાલ (૩)સિકંદર ઉસ્માનભાઈ સુમરા (આ.ઉ.વ.૩૦) રહે.મોડાસા પી.એમ.રૂમ પાસે મૃતકના પરિવારનો કલ્પાંત માર્ગ અકસ્માતમાં બન્ને મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ અત્રેની જે.બી.હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.અને તેમના સ્વજનના મૃત્યુથી હોસ્પિટલમાં ભારે હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.ચારે બાજુ રૂદનના અવાજ સાથે વાતાવરણમાં ગમગીન બની ગયું હતું.

મૃતકોના નામ

૧) ચંદ્રકાંતભાઇ રાજેન્દ્રભાઈ પરમાર

૨) ગુણવંતભાઈ કેસરીસિંહ ગોહેલ

૩) કિરણસિંહ બચુભા રાઠોડ

૪) જનકસિંહ સુરેશભાઈ રાજ

૫) રવિજ્યોત સુરેશભાઈ પટેલ

૬) સમતુશા બચુશા દિવાન ઘવાયેલાના નામ

૧) ગણપતભાઈ વિઠ્ઠલભાઈ જાદવ

૨) સાહિદભાઈ છોટુશા દિવાન
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com