Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 02:26:46 AM IST
 

માંગરોળ તાલુકાના વર્ષોથી પડતર પ્રશ્નો ઉકેલવા લોકોની માગણી

May 17, 2012 Surat > Surat District
 
comment     E-Mail     Print    
 
Viewed: 294
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૧૬

રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માંગરોળના ઝંખવાવ ગામે, સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આજે આવી રહ્યાં છે ત્યારે માંગરોળ તાલુકાના વર્ષો જૂના વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાવાની પ્રજાને આશા છે.

  • મહત્ત્વના પ્રશ્નો ઉકેલવામાં સરકારી તંત્ર ઉદાસીન

વણઉકેલાયેલા પ્રશ્નો જેવા કે, તાલુકા મથક માંગરોળથી માત્ર ૩ કિ.મી.ના અંતરેથી કાકરાપારની મુખ્ય કેનાલ પસાર થાય છે, છતાં માંગરોળ તાલુકાની અંદાજે એક હજાર હેકટર જેટલી ક્યારીની જમીન બારે માસ પાણી વિના બિનઉપયોગી પડી રહી છે. આ કેનાલમાંથી લિફ્ટ ઈરિગેશન દ્વારા આ ક્યારીની જમીનને સિંચાઈનું પાણી આપવામાં આવે તો, બારેમાસ આ જમીનમાં વિવિધ પાકો લઈ શકાય તથા ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થઈ શકે એમ છે.

માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાઓમાં ગુજરાત રાજ્ય પાણી- પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નેજા હેઠળ જે કામો કરવાના હોય અને જે કામો થઈ ચૂક્યા છે. એના ઉપર દેખરેખ રાખવા માટે પાણી- પુરવઠા બોર્ડની કચેરી ઊભી કરવામાં આવેલી છે, પરંતુ આ કચેરી ઓલપાડ ખાતે ચાલે છે, જેને માંગરોળ ખાતે શરૂ  કરવામાં આવે જેથી ઉપરોક્ત ત્રણ તાલુકાઓમાં પૂરતું અને સમયસર ધ્યાન આપી શકાય.

માંગરોળ ખાતે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ પથારીની રેફરલ હોસ્પિટલ ઊભી કરાઈ છે, જેની નવી ઇમારત ઊભી કરવા આગામી તા. ૨૧ના ભૂમિપૂજન વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પરંતુ આ હોસ્પિટલ ખાતે અધિક્ષકની, કારકૂનની, આયાઓની, એક્સ રે ટેકનિશિયનની જગ્યાઓ ઘણાં લાંબા સમયથી ખાલી પડી છે. જ્યારે ફૂલટાઈમ લેબ. ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, ડ્રેસરની જગ્યાઓ ખાલી પડી છે. તાલુકાની ગરીબ આદિવાસી પ્રજાને ઘરઆંગણે સુવિધા મળે એને ધ્યાનમાં લઈ આ જગ્યાઓ ભરવા માગ કરાઈ છે.

અગાઉ માંગરોળ ખાતે મહિનામાં એકવાર આર.ટી.ઓ.નો કેમ્પ રાખવામાં આવતો હતો. કેમ્પને સારી એવી સફળતા મળી હતી, છતાં પાછળથી કેમ્પને બંધ કરી દેવામાં આવેલા જેથી તાલુકા મથક માંગરોળ સહિત આસપાસના ગામોની પ્રજાને આર.ટી.ઓ.ના વિવિધ કામો માટે સુરત કે બારડોલી સુધી લંબાવવું નહીં પડે. માંગરોળ, કોસંબા અને ઉમરપાડા પોલીસ મથકોની કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે પી.આઇ.ની નિમણૂક કરાઈ છે, પરંતુ આ પી.આઈ. (સર્કલ ઇન્સ્પેકટર)ની કચેરી કામરેજ ચારરસ્તા ખાતે ચાલે છે. આ પી.આઈ.ની કચેરીને માંગરોળ ખાતે શરૂ  કરવામાં આવે જેથી ઉપરોક્ત ત્રણે ત્રણ પોલીસ મથકો ઉપર પૂરતું ધ્યાન આપી શકાય. તાલુકા મથક માંગરોળની આસપાસ ૪૦ કિ.મી.ના ત્રિજ્યામાં એસ.ટી. નિયંત્રણ કચેરી કમ પાર્સલ ઓફિસ આવેલ નથી. તાલુકા મથક માંગરોળ થઈ ૨૪ કલાકમાં એસ.ટી. નિગમની ૮૫ ટ્રિપનું સંચાલન થાય છે ત્યારે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ એસ.ટી. નિગમના પીક અપ બસ સ્ટેન્ડમાં એસ.ટી. નિયંત્રણ કમ પાર્સલ કચેરી શરૂ  કરવામાં આવે એ સમયની માગ છે. તાલુકા મથક માંગરોળ ખાતે તાલુકા પંચાયતની કચેરી આવેલી છે. જેની ઈમારત વર્ષો જૂની હતી, જેને પગલે ગત વર્ષે રાજ્ય સરકારે બજેટમાં આ ઇમારત ઊભી કરવા ૮૦ લાખની ફાળવણી કરી હતી. જ્યારે બાંધકામનો કુલ આંક ૧ કરોડ, ૨૦ લાખ હતો. ત્યારે બાકી રહેતી ૪૦ લાખની રકમની ફાળવણી કહેવાય છે કે, ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવનાર હતી. જે ન કરાતા, તાલુકા પંચાયત કચેરીએ હવે આ ઘટતી ૪૦ લાખની રકમની વ્યવસ્થા કરવાની રહેશે. જોકે, ઇમારતનું બાંધકામ શરુ થઇ ગયું છે. ત્યારે રાજ્ય સરકાર આ ૪૦ લાખની મદદ કરે તેવી જ રીતે તાલુકા પંચાયતની જીપ છેલ્લાં ઘણાં લાંબા સમયથી બિસમાર પડી છે. નવી જીપ ખરીદવા માટે બજેટમાં જોગવાઈ પણ કરાઈ છે. પરંતુ બિસમાર જીપની લોગબુક વ્યવસ્થિત ન હોવાથી, રાજ્ય સરકાર દ્વારા નવી જીપની ખરીદી માટે મંજૂરી આપવામાં આવતી નથી. હાલમાં તો ભાડાની જીપનો ઉપયોગ કરાઈ રહ્યો છે ત્યારે આ બંને પ્રશ્નો હલ કરવા માગ કરાઈ છે.

રપ૧ યુગલોના લગ્ન : હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા

સુરત : મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઝંખવાવ ગામે આવતીકાલે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ વાડી દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં આદિવાસી તાલુકાના રપ૧ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં પાડશે, ત્યારે હેલિકોપ્ટરમાંથી ફુલની વરસાદ સાથે તેઓનું ભાવભર્યુ સ્વાગત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સમૂહ લગ્નના પ્રોત્સાહન રૂ પે રપ૧ પ્રત્યેક દીકરીઓ કુંવરબાઈનં મામેરૂ  યોજના હેઠળ રૂ .૧૦,૦૦૦ લેખે રપ.૧૦ લાખના પ્રમાણપત્ર મેળવવા પાત્ર બનશે. દાતાઓના સહકાર સાથે આ ગરીબ દીકરીઓ રૂ .રપ,૦૦૦ ની ઘરવખરી પોતાના સાસરે લઈ જશે. આ પ્રસંગે વર-કન્યાને મળેલો ચાંદલો પણ દરેક યુગલોને સરખા ભાગે વહેંચી આપવામાં આવશે, દીકરીઓને શણગારવા માટે ખાસ બ્યુટિશિયનો પણ રાખવામાં આવી છે, સવારે ૧૦:૦૦ કલાકે માર્કેટ યાર્ડથી વરઘોડો પ્રસ્થાન થશે, ત્યારે ખાસ બેન્ડવાજાની સુરાવલી સાથે ટીમલી સીનોર નૃત્યની સાથે વાજતે ગાજતે વરઘોડો લગ્ન સ્થળે આવશે. આ પ્રસંગે કેવલજ્ઞાન પીઢ-ગુરૂ ગાડી સારસાપુરીના પૂ.આચાર્ય, અવિચલદાસ મહારાજ તથા લાડવીના મહંત કે.પી.શાસ્ત્રીજી, કબીર મંદિરના મહંત પ્રિતમદાસજી, ભાથીજી સંપ્રદાયના મહારાજ ગોવિંદભાઈ મધુદાસ આશીર્વચન આપશે, મંત્રી મંગુભાઈ પટેલ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂ પાલા, ગણપત વસાવા ઉપસ્થિતિ રહેશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com