Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 01:27:42 AM IST
 

પાકિસ્તાન ભારતનો હિસ્સો, ભારતના વડાપ્રધાન નરસિંહરાવ

May 17, 2012 National
 
comment     E-Mail     Print    
 
Viewed: 1860
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૧૬

હજી સીબીએસઈનાં પાઠયપુસ્તકમાં ડો. ભીમરાવ આંબેડકરનાં છાપવામાં આવેલાં કાર્ટૂનનો વિવાદ શમ્યો નથી ત્યારે આજે લોકસભામાં અન્નાદ્રમુકના સાંસદ દ્વારા કર્ણાટકના સીબીએસઈ પાઠયપુસ્તકના છબરડા અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂશન (રિઝર્વેશન ઇન એડ્મિશન) અમેડમેન્ટ બિલ, ૨૦૧૧ પરની ચર્ચા દરમિયાન અન્નાદ્રમુક સાંસદ એસ. સેમ્માલાઈએ કહ્યું હતું કે, હજી પણ રાજ્યની શાળામાં વિદ્યાર્થીઓને પાકિસ્તાનને ભારતનો હિસ્સો હોવાનું તથા પી. વી. નરસિંહરાવ ભારતના વડાપ્રધાન છે એવું શીખવવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં ઉર્દૂ માધ્યમની શાળાઓમાં ત્રીજા ધોરણમાં નરસિંહરાવને દેશના વડાપ્રધાન છે તેમ શીખવવામાં આવતું હોવાનું તેમણે કહેતાં જ ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

સીબીએસઈનાં પાઠયપુસ્તકોમાં છબરડા હોવાનું અન્નાદ્રમુક સાંસદે કહ્યું

 

સેમ્માલાઈએ વધુમાં એમ કહ્યું હતું કે, 'માત્ર ૧૫ ટકા સ્નાતકો જ સરકારમાં નોકરી મેળવે છે, જે પ્રાથમિકથી માંડી ઉચ્ચ માધ્યમિક સ્તરે શિક્ષણની નબળી ગુણવત્તા રજૂ કરે છે.'

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com