Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 07:22:17 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

વેટ કચેરીમાં સર્વર ઠપ રહેતાં એસેસમેન્ટની કાર્યવાહી ખોટકાઈ

May 17, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 258
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૧૬

વેટ વિભાગના સર્વરની સમસ્યનો કોઇ ઉકેલ નથી..! અને વળી, સમસ્યાનો જાણે કોઇ ઉકેલ આવવાનો પણ નહીં હોય તેમ વેટ વિભાગે પણ આ સમસ્યાને જાણે રોજિંદો ભાગ સમજી લીધો છે. બુધવારે પણ વિભાગનું સર્વર ખોટકાવાને કારણે કરદાતાઓ દૈનિક કાર્યવાહીને લઇ નિરાશ થયા હતા.

  • રિટર્નની પહોંચ નહીં મળતાં સી-ફોર્મના ટાસ્ક જનરેટ થતા નથી

વેટનું સર્વર ડાઉન રહેવાની ઘટના સામાન્ય થઇ ગઇ છે. મે મહિનામાં સતત સર્વરની સમસ્યાનો સામનો કરદાતાઓએ કર્યો છે. વેટ વિભાગનું સર્વર કરદાતાઆને વેઠ કરાવી રહ્યું છે. આ પહેલાં વેટનું સર્વર ડાઉન રહેતાં વેપારીઓને ત્રિમાસિક અને માસિક રિટર્ન ભરવામાં હાલાકી ભોગવવી પડી હતી. ચાલુ સપ્તાહની શરૂઆતથી સર્વર ઠપ રહેતાં મેન્યુઅલી રિટર્ન ભરતાં કરદાતાઓને રિટર્નની પહોંચ મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રિટર્નની પહોંચ નહીં મળે તો વેપારીઓ માટે સી-ફોર્મનો ટાસ્ક જનરેટ થતો નથી, તેથી તેમને માલની હેરફેર અંગે વિભાગીય કાર્યવાહીના નિવારણમાં વિલંબ થાય છે. આ ઉપરાંત વિવિધ જરૂરી એવાં ધારાકીય ફોર્મ મેળવવામાં પણ હાલાકી ભોગવવી પડે છે. વળી, એસેસમેન્ટની કાર્યવાહી ખોરવાઇ જાય છે. વિભાગીય અધિકારીઓ પણ કામ કરી શકતા નથી અને વેપારીઓને ડિફોલ્ટર થવાનો ભય રહે છે. સર્વર અંગે સધર્ન ગુજરાત કોમ. ટેક્સ બાર એસોસિયેશન દ્વારા વેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓને વાંરવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ સુરતમાં સ્થિતિ જેમની તેમ જ રહેવા પામી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com