મુંબઈ : ૧૫ મે ૨૦૧૨
બોલિવૂડના 'ગ્રીક ગોડ'નું બિરુદ મેળવનારા રિતિક રોશને પહેલી જ ફિલ્મ 'કહોના પ્યાર હૈ'થીતેની સુપર્બ બોડીને લઇને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેની દરેક ફિલ્મમાં તેનું બોડી અગાઉથી વધુ સારુ થતું ગયું છે. રિતિકે સંજય લીલા ભણસાળીની'ગુઝારિશ'માં મગજની બિમારીથી પીડિત યુવાનની ભૂમિકા ભજવવા જંક ફૂડ ખાઇને વજન વધાર્યું હતું, અને બાદમાં 'અગ્નિપથ'માં ફરી એકવાર મસ્ક્યુલર બોડી બનાવીને લોકોને ચોંકાવી દીધા હતા..
ટ્રેનર્સ Speak
સત્યજિત ચૌરસિયા, બાર્બેરિયન પાવર જિમ
'અગ્નિપથ' ફિલ્મ માટે પ્રોડયૂસર કરણ જોહરની ઇચ્છા હતી કે, સંજય દત્ત સામે રિતિક રોશન પાતળો ન લાગવો જોઇએ. તેથી રિતિકનું લક્ષ્ય હતું, બોડી સાઇઝ વધારવી. આ દરમિયાન તેણે ઓછામાં ઓછા ત્રણ કલાકનું હેવી વર્કઆઉટ કરવાનું હતું અને તેનો ખોરાક પણ ડબલ કરી દેવાયો હતો. આ ફિલ્મનું શૂટિંગગુજરાતમાં દીવમાં ચાલતું હતું અને અમે ત્યાં જ જિમ ઊભું કર્યું હતું. રિતિકનો ધર્મ 'કસરત' છે. રિતિક તેના શરીરને મંદિરની જેમ સાચવે છે. જ્યારે તે વર્ક આઉટ ન કરે તે દિવસે ગુસ્સામાં રહે છે. એવું નથી કે તે ખાવામાં અત્યંત કાળજી રાખે છે. તે આઇસક્રીમ પણ ખાય છે અને વડાપાંવ પણ. એક જ બેઠકમાં તે અડધો કિલો આઇસક્રીમ ઝાપટી જાય છે. પરંતુ આટલું ખાધા પછી તે વર્કઆઉટ કરીને કેલેરી બર્ન કરવામાં પણ પાછીપાની નથી કરતો. રિતિક ઘણીવારઇજાગ્રસ્ત પણ થયો છે, પરંતુ દૃઢ સંકલ્પશક્તિની મદદથી તે આ બધામાંથી બહાર આવી શક્યો છે.
રિતિકનો ધર્મ 'કસરત' છે. તેને કસરતનું વ્યસન છે. લોકોવર્કઆઉટ કરીને પાર્ટીઓમાં જાય છે. પરંતુ રિતિક તેમનાથી અલગ છે. જ્યારે તે વર્ક આઉટ ન કરે તે દિવસે ગુસ્સામાં રહે છે. રિતિક શરીરને મંદિરની જેમ સાચવેછે.
* સત્યજિત ચૌરસિયા, બાર્બેરિયન પાવર જિમ
રિતિકનો ડાયેટ પ્લાન
* સવાર : મલ્ટીવિટામીન, બે એગ વ્હાઇટ, બે સ્લાઇસ બ્રાઉન બ્રેડ, પ્રોટીન શેક, ડ્રાયફ્રૂટ્સ, કોર્નફ્લેક્સ અને ફળો.
* બપોરઃ બે રોટલી, શાક, દાળ, ચિકન કે ફિશ, સલાડ.
* નાસ્તો : પ્રોટીન શેક, એગ વ્હાઇટ સેન્ડવિચ, ફળો વગેરે.
* રાત્રે : છ-સાત એગ વ્હાઇટ, બ્રાઉન બ્રેડ, ચિકન કે ફિશ વિથ ફ્રાઇડ વેજિટેબલ્સ.