મુંબઈ, 17 મે
ઘણાં સમયથી સતત એકધારી નરમાઈ પછી આજે માર્કેટમાં અમેરિકી ડોલર સામે રૂપિયામાં સામે તેજી નોંધાઈ હતી. આજે અમેરિકી ડોલર સામે રૂપિયો 10 પૈસાની સામાન્ય મજબૂતી લઈ 54.39 પર ખૂલ્યો હતો.
ગઈકાલે ડોલર સામે રૂપિયો 54.49 પર બંધ થયો હતો. ગત્ વર્ષે ડિસેમ્બરમાં રૂપિયો 54.29 નાં સ્તરે પહોંચી ગયો હતો. માર્કેટનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર યુરોઝોનમાં ચાલી રહેલી અનિશ્ચિતત્તાને કારણે પણ રૂપિયામાં દબાણ વધી શકે છે.