મુંબઈ, 17 મે
કિંગફિશરની હોટ મોડેલ પૂનમ પાંડેએ ઈન્ડિયાની ક્રિકેટ ટીમની જીતની ખુશી પર પોતાનો ન્યૂડ થવાનો વાયદો પૂરો કરી બતાવ્યો હતો. હવે તેની ઈચ્છા બોલિવૂડનાં બાદશાહ માટે ન્યૂડ થવાની છે. શાહરૂખની કોલકાત્તા નાઈટ રાઈડર્સ દ્રારા સતત બે મેચ હારવાથી પૂનમની ચિંતા વધી ગઈ છે, કેમ કે તે પોતાને શાહરૂખ ખાનની સૌથી મોટી ફેન ગણાવે છે.
પૂનમ શાહરૂખ ખાનની ટીમનું મનોબળ વધારવા માટે ન્યૂડ થવા તૈયાર છે. 2011 નાં વર્લ્ડ કપની જીત પછી ન્યૂડ થયા બાદ પૂનમ પાંડેને રાતોરાત પ્રસિદ્ધિ મળી ગઈ છે. જો કે તે હજુ પણ પોતાની પબ્લિસિટી ઘટાડવા માંગતી નથી.
એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં પૂનમ પાંડેએ જણાવ્યું હતું કે, મને શાહરૂખ માત્ર એક વાર કહે તો હું તેની ટીમને મોટિવેટ કરવા માટે ન્યૂડ થવા તૈયાર છું અને મારા કપડાં ઉતારવાથી કોઈને કોઈ તકલીફ થતી નથી. જો કે હવે તો શાહરૂખે પોતાની ટીમનાં ભલા માટે પૂનમની વિનંતી માની લેવી જોઈએ.